હુમલો@સમી: વીજચોરી પકડવા પહોંચ્યાં ઇજનેર, ઇસમે માર્યા ધોકા, ઢગલાબંધ કલમોની FIR

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે વીજકર્મીઓની ટીમ પર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે વીજ કર્મીઓની અલગ-અલગ ટીમો વીજ ચેકિંગમાં નીકળી હતી. આ દરમ્યાન ગામમાં એક ઇસમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન લીધું હોવાનું સામે આવતાં કાર્યવાહી કરાઇ હતી. જોકે કાર્યવાહી કર્યા બાદ ચેકિંગ શીટમાં ઇસમને સહી કરવાનું કહેતાં તેણે
 
હુમલો@સમી: વીજચોરી પકડવા પહોંચ્યાં ઇજનેર, ઇસમે માર્યા ધોકા, ઢગલાબંધ કલમોની FIR

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે વીજકર્મીઓની ટીમ પર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે વીજ કર્મીઓની અલગ-અલગ ટીમો વીજ ચેકિંગમાં નીકળી હતી. આ દરમ્યાન ગામમાં એક ઇસમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન લીધું હોવાનું સામે આવતાં કાર્યવાહી કરાઇ હતી. જોકે કાર્યવાહી કર્યા બાદ ચેકિંગ શીટમાં ઇસમને સહી કરવાનું કહેતાં તેણે વીજકર્મચારીઓને ગાળો બોલી ધોકા વડે હુમલો કર્યો હતો. આ દરમ્યાન અન્ય ટીમ આવી જતાં ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે નાયબ ઇજનેરે ઇસમ સામે સમી પોલીસ મથકે ઢગલાબંધ કલમો સાથે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામે વીજકર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જંગરાલ પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતાં દીલીપકુમાર મકવાણા ગઇકાલે ટીમ સાથે વીજ ચેકીંગમાં નિકળ્યાં હતા. આ દરમ્યાન સમીના દુદખા ગામે ઠાકોર વિષ્ણુજી લગધીરજીના ઘરે તપાસ કરતાં તેમના ઘરમાં મીટર જણાયું ન હતુ. આ સાથે તેમને ઘરની બાજુમાંથી પસાર થતી હળવા દબાણની લાઇનમાં કાળા કલરના પ્રાઇવેટ કેબલ દ્રારા આંકડી મારેલ હતી. જેથી વીજકર્મીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ નાયબ ઇજનેર અને ટીમ પર હુમલો કર્યો હતો.

હુમલો@સમી: વીજચોરી પકડવા પહોંચ્યાં ઇજનેર, ઇસમે માર્યા ધોકા, ઢગલાબંધ કલમોની FIR
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમી તાલુકાના ગામે વીજચેકિંગમાં ગયેલી ટીમ પર હુમલાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સવારે બનેલી ઘટનામાં દીલીપકુમાર મકવાણા, આર.એલ.પટેલ, આઇ.આર.વરસાત, બી.એન.પરમાર સહિતના ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે સમી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે નાયબ ઇજનેરે ઇસમ વિરૂધ્ધ ગાળાગાળી કરી અસભ્ય વર્તન કરવું, માથામાં ધોકો મારી હુમલો કરવો, સરકારી ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવી સહિતનો ફરીયાદ નોંધાવી છે. સમી પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 323, 324, 332, 353, 189, 294(b), 504, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.