મહેસાણાઃ સમાધાન માટે બોલાવી તલવારથી હુમલો, સામસામે ફરિયાદ

અટલ સમાચાર.મહેસાણા મહેસાણાના સરદારધામ સર્વમંગલ ફ્લેટ નજીક અગાઉ થયેલ તકરારના સમાધાન માટે બોલાવી તલવાર વડે હુમલો કરી જાહેરનામાનો ભંગ કરાતા મહેસાણા શહેર બી ડિવિઝન મથકમાં બંને પક્ષો સામે ફરિયાદ નોધાઇ છે. શૈલેષ હસમુખભાઇ પંચાલ(ઉ.વ.30, બી કુષ્ણકુંજ સોસાયટી,ડીબી રોડ,મહેસાણા)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, છ માસ અગાઉ કારખાના પર એન્ગલ મુકવા બાબતે હશાભાઇ લુહાર સાથે તકરાર થઇ
 
મહેસાણાઃ સમાધાન માટે બોલાવી તલવારથી હુમલો, સામસામે ફરિયાદ

અટલ સમાચાર.મહેસાણા
મહેસાણાના સરદારધામ સર્વમંગલ ફ્લેટ નજીક અગાઉ થયેલ તકરારના સમાધાન માટે બોલાવી તલવાર વડે હુમલો કરી જાહેરનામાનો ભંગ કરાતા મહેસાણા શહેર બી ડિવિઝન મથકમાં બંને પક્ષો સામે ફરિયાદ નોધાઇ છે.
શૈલેષ હસમુખભાઇ પંચાલ(ઉ.વ.30, બી કુષ્ણકુંજ સોસાયટી,ડીબી રોડ,મહેસાણા)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, છ માસ અગાઉ કારખાના પર એન્ગલ મુકવા બાબતે હશાભાઇ લુહાર સાથે તકરાર થઇ હતી. જેથી તેમણે આજે ફોન કરી સમાધાન માટે બોલાવ્યો હતો અને કુલદીપ લુહાર,વિજય લુહાર(રહે. સામેત્રા) સાથે મળી ગાળાગાળી કરી ડોક પર તલવારથી હુમલો કર્યો હતો. બીજા ચાર ઇસમોએ ઝપાઝપી કરતા સોનાનો દોરો પડી ગયો હતો.
જ્યારે સામે પક્ષે ગોરધનભાઇ માલજીભાઇ લુહારીયા(ઉ.વ.44,રહે સામેત્રા)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, શેલેષભાઇ પંચાલ તથા બે અજાણ્યા ઇસમોએ કારખાનામાં લોખંડનું પતરુ તથા એન્ગલ મુકવા બાબતે બોલાવી હુમલો કરી મારમાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વધુ તપાસ પો.સ.ઇ. એમ.જે.વાઘેલા કરી રહ્યા છે.