ઓટો મોબાઇલ: સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા કઇ વાતોનું ધ્યાન રાખશો

અટલ સમાચાર,ડેસ્ક હાલમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે પણ યુઝ્ડ કે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઈચ્છો છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી પાછળથી મુશ્કેલી ન પડે. તો તમારા માટે અમે કેટલીક મહત્વની વાતો જણાવીશું જેનાથી તમે જૂની ગાડી કે યુઝ્ડ કાર સહેલાઈથી ખરીદી શક્શો. સૌથી પહેલા સેકન્ડ
 
ઓટો મોબાઇલ: સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા કઇ વાતોનું ધ્યાન રાખશો

અટલ સમાચાર,ડેસ્ક

હાલમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે પણ યુઝ્ડ કે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઈચ્છો છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી પાછળથી મુશ્કેલી ન પડે. તો તમારા માટે અમે કેટલીક મહત્વની વાતો જણાવીશું જેનાથી તમે જૂની ગાડી કે યુઝ્ડ કાર સહેલાઈથી ખરીદી શક્શો.
સૌથી પહેલા સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે તમારે માલિકી ટ્રાન્સફર કરવી પડશે, જેના માટે તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જેમાં રોડ ટેક્સ રિસીપ્ટ, ડ્યુઅલ ફ્યુલ સર્ટિફિકેટ, આરટીઓ ઓફિસનું NoC સામેલ છે.
કાર વેચતા વેપારી પાસેથી રિસીપ્ટ માગી લો, જે તમે કાર ખરીદ્યાનો પુરાવો છે. રિસીપ્ટમાં ડીલરનું આખું સરનામું, કોન્ટેક્ટ ડિટેઈલ સહિતની માહિતી હશે. આ બિલ ફોટોકોપી નહીં પણ ઓરિજિનલ હોવું જોઈએ.
બાદમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમારી કારનો સૌથી મહત્વનો દસ્તાવેજ હોય છે. જેમાં કાર અંગેની તમામ માહિતી હોય છે, જેમ કે રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબર. એટલે જરૂરિ છે કે તમે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પણ ઓરિજિનલ કોપી મેળવી લો. શક્ય છે કે ભૂતકાળમાં ક્યારેય કારનું એન્જિન બદલાયું હોય, તો આરસી બુકમાં તેની માહિતી હોવી જરૂરી છે.
જો તમે બીજા રાજ્યમાંથી કાર ખરીદીને પોતાના રાજ્યમાં લાવો છો, તો તમારે વધારાનો રોડ ટેક્સ ભરવો પડી શકે છે. જેની ગણતરી કારની કિંમતની ટકાવારી પ્રમાણે હોય છે. જુદા જુદા રાજ્યમાં તેની ગણતરી જુદી જુદી હોય છે. આ એક સામાન્ય પરંતુ જરૂરી સર્ટિફિકેટ છે, જે એ વાતનો પુરાવો છે કે તમે સરકારના પ્રદૂષણ નિયંત્રણના દિશા નિર્દેશનું પાલન કરી રહ્યા છો. તમે વેપારી પાસેથી આ સર્ટિફિકેટ લેવાનું પણ ન ભૂલો.