ઓટોમોબાઇલઃ Creta બાદ હવે Hyundai લાવશે 7 અને 8 સીટર SUV

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં SUV ના વધતા જતા ક્રેજને જોતાં ઓટો કંપનીઓએ એક પછી એક SUV લોન્ચ કરી રહી છે. Hyundaiપણ હવે ભારતમાં પોતાની SUV રેંજને વધારવાની તૈયારીમાં છે. Hyundaiની યોજના ભારતમાં બે નવી SUV લાવવાની છે. રિપોર્ટ્સ અનુસાર Hyundai પોતાની ક્રેટાનું 7 સીટર વર્જન લાવશે, સાથે જ 8 સીટર Hyundai Palisade SUV પર પણ
 
ઓટોમોબાઇલઃ Creta બાદ હવે Hyundai લાવશે 7 અને 8 સીટર SUV

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં SUV ના વધતા જતા ક્રેજને જોતાં ઓટો કંપનીઓએ એક પછી એક SUV લોન્ચ કરી રહી છે. Hyundaiપણ હવે ભારતમાં પોતાની SUV રેંજને વધારવાની તૈયારીમાં છે. Hyundaiની યોજના ભારતમાં બે નવી SUV લાવવાની છે. રિપોર્ટ્સ અનુસાર Hyundai પોતાની ક્રેટાનું 7 સીટર વર્જન લાવશે, સાથે જ 8 સીટર Hyundai Palisade SUV પર પણ કામ કરી રહી છે. 7 સીટર Creta ને ભારતમાં 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે, જેનું નામ Hyundai Alcazar હોઇ શકે છે. મોટી Creta ની તસવીરો લીક થઇ ચૂકી છે. જેની ડિઝાઇન સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યારે જે Creta બજારમાં છે, તેના અનુસાર 7 સીટર Creta થોડી મોટી હશે. આ 30mm વધુ લાંબી હશે અને તેમાં 20mm વધુ મોટા વ્હીલબેસ મળી શકે છે. એક્સટીરિયર ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવશે. તેમાં નવું ક્રોમ ગ્રિલ, નાનકડી સ્કિડ પ્લેટ, મોટા લોઅર એર ઇનટેક, ફ્લૈટર રૂફ અને નવા રિયર ડિઝાઇન મળશે. રિપોર્ટ અનુસાર આ બે સીટિંગ ઓપ્શન-6 સીટર અને 7 સીટરમાં આવશે. 6 સીટર મોડલની સેકન્ડ રોમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવી શકે છે તો બીજી તર 7 સીટર મોડલની બીજી રોમાં બેંચ જેવી સીટ મળી શકે છે. જોકે એન્જીનમાં કોઇપણ પ્રકારના ફેરફાર આશા નથી.

આ સાઇઝમાં ખૂબ મોટી કાર હશે. તેની લંબાઇ 4980mm, પહોળાઇ 1975mm અને ઉંચાઇ 1750mm હોઇ શકે છે. ગ્લોબલ માર્કેટમાં આ કાર 3.8 લીટર V6 ડાયરેક્ટ ઇંજેક્શન પેટ્રોલ એન્જીન સાથે આવે છે. જે 291bhp નો પાવર જનરેટ કરે છે. ભારતમાં આ 2.2 લીટર ટર્બોચાર્ઝ્ડ ડીઝલ એન્જીન સાથે આવી શકે છે, જે 200bhp ના પાવર અને 441Nm નો ટોર્ક જનરેટ કરશે.