આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

Kia Carnival MVP, સાઉથ કોરિયાની બીજી કાર ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. કિઆની આ પ્રીમિયમ કાર 3 વેરિયન્ટ Premium, Prestige અને Limousineમાં અવેલેબલ રહેશે. બીજી ખાસ વાત એ છે કે કિઆની આ કાર જુદા જુદા સીટિંગ ઓપ્શનની સાથે પણ આવશે. જણાવી દઈએ કે, કંપનીએ Kia Carnivalની બુકિંગ ભારતમાં 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ હતી. કંપનીને માત્ર પહેલા જ દિવસે ટોટલ 1,410 ઓર્ડર મળ્યા હતા. અત્યાર સુધીમાં કંપનીને 3500થી વધારે ઓર્ડર મળી ચૂક્યા છે. કિઆની ભારતમાં આ બીજી કાર છે અને તેના પરથી અંદાજો લગાવી શકાશે કે Kia બ્રાન્ડ ભારતમાં હીટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીટિંગ ઓપ્શનઃ

કિઆની આ કાર 7, 8 અને 9 સીટિંગ ઓપ્શનની સાથે આવશે.

સેફ્ટી ફીચર્સઃ

કિઆએ Carnival MPVમાં ઘણાં સેફ્ટીના ફીચર્સ આપ્યા છે. જેમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલીટી કન્ટ્રોલ, હીલ સ્ટાર્ટ અસીસ્ટ જેવાં ઘણાં ફીચર્સ આપ્યા છે.

એન્જિનઃ

Carnival MPVની સાથે 2.2 લીટરનું VGT ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે BS6 માપદંડની છે. જે 197bhp પાવરની સાથે 440Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ એન્જિનને 8-સ્પીડ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશનની સાથે રજૂ કરી છે. જે આગળના વ્હીલને પાવર સપ્લાઈ કરે છે. ભારતીય બજારમાં કાર્નિવલની ટક્કર ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યૂનર, ફોર્ડ એંડેવર જેવી કારો સાથે થશે.

ફીચર્સઃ

Kiaએ કારની કેબિનમાં સારી એવી જગ્યા આપી છે. કારમાં LED ડેટાઈમ રનીંગ લાઈટ્સ, હેડલેમ્પ, ફોગ લેપ્સ અને ટેલ લેપ્સ આપ્યા છે. MPVની સાથે ડ્યુઅલ ઈલેક્ટ્રિક સનરૂફ, ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમની સાથે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, લેપટોપ ચાર્જિંગ, એક ટચમાં બંધ થનારા ડોર અને ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કન્ટ્રોવ જેવા ફીચર્સ આપ્યા છે. Kiaએ કિંમતની બાબતમાં થોડા ચોંકાવ્યા છે. લોકોને આટલી વધારે કિંમત હશે, તેની ધારણા નહોતી કરી.

કિંમતઃ

  • Kia Carnival Premium 7 સીટર – 24.95 લાખ રૂપિયા
  • Kia Carnival Premium 8 સીટર – 25.15 લાખ રૂપિયા
  • Kia Carnival Prestige 7 સીટર – 28.95 લાખ રૂપિયા
  • Kia Carnival Prestige 9 સીટર – 29.95 લાખ રૂપિયા
  • Kia Carnival Limousine 7 સીટર – 33.95 લાખ રૂપિયા
09 Jul 2020, 8:53 AM (GMT)

COVID-19 Global Stats

12,315,534 Total Cases
554,955 Death Cases
7,156,651 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code