ઓટોમોબાઇલઃ મારુતિ સુઝુકીએ જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા

અટલ સમાચાર, ડેસ્ક પેસેન્જર વ્હીકલ બનાવતી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. મેના પ્રમાણમાં જૂનમાં તેનું વેચાણ 209 ટકા વધ્યું છે. તે 18,539 યુનિટથી વધીને 57,428 યુનિટ સુધી પહોંચી ગઇ છે. ગત વર્ષ એટલે કે 2019 જૂનમાં મારુતિએ 1,24,708 કાર વેચી હતી. જે તેના પહેલાના વર્ષ કરતા
 
ઓટોમોબાઇલઃ મારુતિ સુઝુકીએ જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા

અટલ સમાચાર, ડેસ્ક

પેસેન્જર વ્હીકલ બનાવતી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. મેના પ્રમાણમાં જૂનમાં તેનું વેચાણ 209 ટકા વધ્યું છે. તે 18,539 યુનિટથી વધીને 57,428 યુનિટ સુધી પહોંચી ગઇ છે. ગત વર્ષ એટલે કે 2019 જૂનમાં મારુતિએ 1,24,708 કાર વેચી હતી. જે તેના પહેલાના વર્ષ કરતા 54 ટકા ઓછી છે.

લોકડાઉનના કારણે દેશમાં મારુતિના તમામ શોરૂમ બંધ હતા. અને આ કારણે મેનું વેચાણ પડ્યું હતું. પણ સરકારે અનલૉક 1માં તેને ખોલવાની છૂટ આપી અને તે પછી તેના વેચાણમાં તેજી આવી છે. કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જૂનમાં કૂલ વેચાણ 57,428 યુનિટ છે. જ્યારે ઘરેલુ વેચાણ 53,139 યુનિટ છે. મે કરતા જૂનમાં એક્સપોર્ટ 4,651 યુનિટ પડીને 4,289 યુનિટ પર આવ્યું છે. આ દરમિયાન એક્સપોર્ટ પણ 8 ટકા ઓછો થયો છે.

Maruti Suzukiએ પોતાના ગ્રાહકો માટે નવો લૉયલ્ટી પ્રોગ્રામ પણ લાવ્યો છે. જેને કંપનીએ મારુતિ સુઝુકી રિવોર્ડ્સ નામ આપ્યું છે. જેનો ફાયદો મારુતિની Arena, Nexa અને True Value આઉટલેટ્સથી પેસેજર વ્હીકલના તમામ ગ્રાહકો ઉઠાવી શકશે. આ સ્કીમ હેઠળ અતિરિક્ત રિવોર્ડ અને બેનિફિટ આપી ગ્રાહકોને પ્રોડક્ટ અને સર્વિસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

જાપાનની કાર ટોયોટોના વેચાણમાં પણ મેના કરતા જૂનમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. તેની સેલ પણ વધીને 3866 યુનિટ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ મે મહિનામાં તે 1639 યુનિટ રહ્યા હતા. જો કે જૂન 2019ના કરતા આ 63 ટકા ઓછું છે. જૂન 2019માં ટોયોટાએ કુલ 10,603 યુનિટ વહેંચ્યા હતા. જ્યારે જૂન 2020માં કુલ 3866 યુનિટ વહેંચવામાં આવ્યા હતા.2..