ઓટોમોબાઇલ: ગાડી ડ્રાઇવરો માટે જરૂરી સમાચાર, જાણો નવા નિયમ

અટલ સમાચાર,ડેસ્ક જો તમને પણ ડ્રાઇવિંગનો શોખ હોય તો તમારા માટેજરૂરી સમાચાર છે. તાજેતરમાં જ પંજાબ રાજ્ય પરિવહન વિભાગએ એક નોટિફિકેશન જારી કરી છે. તે મુજબ જો કોઈ કાર માલિક કોઈ અકસ્માતમાં લુપ્ત થયો અને કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તે ઇજાગ્રસ્ત થાય અથવા પ્રોપર્ટી ડેમેજ થાય છે, તો અકસ્માત કરનારાએ પર્યાપ્ત સિક્યોરિટી
 
ઓટોમોબાઇલ: ગાડી ડ્રાઇવરો માટે જરૂરી સમાચાર, જાણો નવા નિયમ

અટલ સમાચાર,ડેસ્ક

જો તમને પણ ડ્રાઇવિંગનો શોખ હોય તો તમારા માટેજરૂરી સમાચાર છે. તાજેતરમાં જ પંજાબ રાજ્ય પરિવહન વિભાગએ એક નોટિફિકેશન જારી કરી છે. તે મુજબ જો કોઈ કાર માલિક કોઈ અકસ્માતમાં લુપ્ત થયો અને કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તે ઇજાગ્રસ્ત થાય અથવા પ્રોપર્ટી ડેમેજ થાય છે, તો અકસ્માત કરનારાએ પર્યાપ્ત સિક્યોરિટી અમાઉન્ટ અથવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ આપવા પડશે.

નવા નિયમો હેઠળ તમારી કાર સાથે અકસ્માત થાય છે, તો તમારે અકસ્માતમાં ભોગ બનેલાને વળતર ચૂકવવું પડશે. પરંતુ જો તમે તે ન કરી શકો તો તમારે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે. જો તમે આ બે શરતોને પુરી શકતા નથી તો તમારે તમારી કારથી હાથ ધોઈ નાખવાં પડશે. જો કાર માલિક આ બે શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેની કારની 3 મહિનાની અંદર હરાજી કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે આ હરાજી તે વિસ્તારના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

આ સૂચના 3 એપ્રિલે જારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે હરાજીમાંથી આવેલા નાણાંને ભોગ બનેલા વ્યકિતને વળતર તરીકે આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આ સૂચના સત્તાવાર ગેઝેટમાં પબ્લિશ થયા પછી 8 એપ્રિલથી અમલમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આપ્યો હતો નિર્દેશ સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે અકસ્માતમાં લુપ્ત એવા વાહનો, જેમનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ નથી, એ વેચીને અકસ્માતના ભોગ બનેલા લોકોને વળતર ચુકવવાનો નિયમ લઈને લાવે. આ માટે, સુપ્રીમ કોર્ટે 12 અઠવાડિયાનો સમય રાજ્યોને આપ્યો હતો. પરંતુ પંજાબમાં આ નોટિફિકેશન લગભગ 8 મહિના પછી જાહેર કરવામાં આવી છે.