આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

હંગેરીની કેંગુરુ નામની કંપની એક એવી કાર બનાવી છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિ પોતાની વ્હીલ ચેર સાથે આરામથી બેસી તો શક્શે જ સાથે કાર ચલાવી પણ શક્શે.કોઈ લાચાર વ્યક્તિની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આવી જઈ નથી શક્તા. આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જે વ્હીલચેર પર હોય છે. જ્યારે આખો પરિવાર ક્યાંક ફરવા જતો હોય ત્યારે વ્હીચલેર પર બેઠેલ વ્યક્તિ નિર્જીવ સામાનની જેમ ઘરમાં બેસી રહે છે. કારણ કે તેને સહેલાઈથી ક્યાંય લઈ જઈ નથી શકાતા.

કેંગારુ કંપનીની આ નવી વ્હિલચેર ઈલેક્ટ્રોનિક કાર દિવ્યાંગ લોકો માટે કોઈ આશીર્વાદથી કમ નથી. આ કાર વ્હીલચેર પર બેઠેલ વ્યક્તિને એ તમામ સુવિધા આપે છે, જેની તેમને જરૂર છે. આ કારમાં પાછળની તરફ મોટો દરવાજો છે, જે કોઈ પણ હેચબેક કારની ડિક્કીની જેમ ઉપરની તરફ ખુલે છે. દરવાજો ખુલ્યા બાદ તેમાં એટલી જગ્યા છે કે વ્હીલચેર સાથે જ દિવ્યાંગ વ્યક્તિ સીધી કારમાં બેસી શકે છે.

આ કારમાં કંનીએ 2 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે, જે બેટરીથી ચાલે છે. કારની મહત્તમ સ્પીટ 45 કિલોમીટર પ્રતિકલાકની છે. આ ઉપરાંત કારની અંદર સ્ટિયરિંગ વ્હીલના બદલે બાઈકની જેમ હેન્ડલ બાર મૂકવામાં આવ્યું છે. જેને દિવ્યાંગ વ્યક્તિ વ્હીચલેરમાં બેઠા બેઠા આસાનીથી ચલાવી શકે છે. આ હેન્ડલબારમાં બ્રેક અને એક્સલેટર પણ મૂકાયા છે. હાલ કંપની એક નવા જોયસ્ટીક પર કામ કરી રહી છે, જેથી કારમાંથી હેન્ડલબાર હટાવીને જોય સ્ટીકનો ઉપયોગ કરી શકાય.

આ માટે દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેરમાંથી ઉતરવાની પણ જરૂર નથી પડતી. કારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય છે. કારમાં ફક્ત એક જ દરવાજો મૂકાયો છે. કારની અંદર કંપનીએ ખૂબ જ જગ્યા આપી છે. કારનું ઈન્ટિરિયર 2125 એમએમ (83.6 ઈચ) લાંબું, 1620 એમએમ (63.8 ઈંચ) પહોળું અને 1525 એમએમ (60 ઈંચ) ઉંચું છે.

23 Sep 2020, 5:53 AM (GMT)

COVID-19 Global Stats

31,783,958 Total Cases
975,472 Death Cases
23,400,905 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code