ઓટોમોબાઇલ: આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર

અટલ સમાચાર,ડેસ્ક મોટાં શહેરોમાં કાર ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જો ક્યારેક તમારી પણ કાર ચોરી થાય અને તમે તમારી કારને શોધવા માંગતા હોવ તો પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના બદલે અહીં આપેલ એક સહેલી રીતથી તમે કાર શોધી શકો છો. તાજેતરમાં દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં કાર માલિકે માત્ર
 
ઓટોમોબાઇલ: આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર

અટલ સમાચાર,ડેસ્ક

મોટાં શહેરોમાં કાર ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જો ક્યારેક તમારી પણ કાર ચોરી થાય અને તમે તમારી કારને શોધવા માંગતા હોવ તો પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના બદલે અહીં આપેલ એક સહેલી રીતથી તમે કાર શોધી શકો છો. તાજેતરમાં દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં કાર માલિકે માત્ર 2 કલાકમાં જ પોતાની કાર શોધી કાઢી હતી.

પશ્ચિમ દિલ્હીના હરિ નગરમાં રહેતા હરજીત સિંહ પાસે પાંચ ગાડી છે, આ તમામ કારને તેમણે ઓનલાઈન રિટેલ કંપનીને ચલાવવા માટે આપી છે. ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે એમના ડ્રાઈવરે ઈકો વેન ગાડી એમના ઘરની બાજુમાં પાર્ક કરી દીધી હતી. પરંતુ સવારે જોયું તો માલુમ પડ્યું કે કાર ચોરી થઈ ગઈ હતી, તેમણે ડ્રાઈવરને ફોન કર્યો અને આસપાસના વિસ્તારમાં કાર શોધવા લાગ્યા પરંતુ કાર ક્યાંય મળી નહીં.

ગાડી ન મળતાં હરજીત સિંહે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. તેઓ પોલીસ સ્ટેશને જવાના જ હતા કે પોલીસ સ્ટેશનની વિવિધ પ્રક્રિયાઓને કારણે તેમણે પોતાનું મન બદલી નાખ્યું અને ખુદ ગાડી શોધવા નીકળી પડ્યા. એમની કારમાં એક જીપીએસ ટ્રેકર લગાવેલું હતું. જીપીએસ ટ્રેકરથીં ગાડીનું લોકેશન શોધીને તેમણે પોલીસને ફોન કર્યો.

કંપનીએ ગાડીને ટ્રેક કર્યા બાદ સિંહને જણાવ્યું કે ગાડી દ્વારકા સેક્ટર 7માં છે. તેઓ તુરંત દ્વારકા સેક્ટર 7માં પહોંચી ગયા પરંતુ તેમને ત્યાં કાર ન મળી. ત્યારે તેમણે ફરી કંપનીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગાડી સાકેતના પુષ્પ વિહારમાં ચાલી રહી હતી. સાકેત પહોંચતાની સાથે જ હરજીત સિંહે પોલીસને જાણ કરી હતી.

બાદમાં પોલીસે હરજીત સિંહની મદદ કરી. હરજીત સિંહની બાજુમાં જ ઉભેલી એક પીસીઆર વાનને આ અંગે જણાવવામાં આવ્યું. બાદમાં પોલીસે સિંહને ઈકોવેન તરફ આગ વધવા કહ્યું અને પોલીસે બીજી બાજુથી આવવાનું નક્કી કર્યું જેથી કરીને ગાડી અને ચોર બંનેને પકડી શકાય. આરોપી ચોર આશીષ કુમાર સાગરપુરનો રહેવાસી છે.