રિપોર્ટ@જામનગર: કાલાવડ નગરપાલિકામાં મહિલાઓએ પીવાના પાણી બાબતે હોબાળો મચાવ્યો

પાલિકા પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સફળ રહી નથી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જામનગરની કાલાવડ નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. વોર્ડ નંબર-5ના રહિશોનો આરોપ છે કે પાલિકા પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સફળ રહી નથી. વોરાવાડ સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ખામીના કારણે નિયમિત પાણી આવતું નથી. સાથે સ્થાનિકોનો આરોપ છે કે પાણી શુદ્ધ આવતું નથી કલરવાળું અને પ્રદૂષિત પાણી આવે છે.

પાણીની સમસ્યાથી ત્રાસી ગયેલી મહિલાએ નગરપાલિકામાં હોબાળો કર્યો અને નિયમત પાણી આપવા તેમજ ગટર-લાઈન, સફાઈના કામ પૂર્ણ કરવા માગણી કરી છે. વોર્ડ નંબર 5માં સફાઈકર્મી તેમજ કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તો જામનગરના કાલાવડ નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. વહીવટ અને નગરપાલિકાના ઓફિસર જવાબદારીમાંથી ભાગી રહ્યાં હોય તેવી સ્થિતિ જોવા મળી છે.