આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ સ્થિત ઉ.ગુ. યુનિવર્સિટીમાં શુક્રવારે બપોરે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી અને રાજયપાલની હાજરીમાં 48 વિધાર્થીઓ ગોલ્ડ મેડલ આપી સન્માનિત થયા હતા. જોકે, 22 મેડલ અભ્યાસક્રમના અભાવે એનાયત થઇ શકયા નથી. વિધાર્થીઓ કરતા વિધાર્થીનીઓ અઢી ગણા મેડલ લેવામાં સફળ રહી છે.

હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા સુવર્ણચંદ્ક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વર્ષ ર૦૧૮ માટેના કુલ 85 ગોલ્ડ મેડલ 48 વિધાર્થીઓ વચ્ચે એનાયત થયા હતા. જેમાં વિનયન શાખામાં- 30, કોમર્સ શાખામાં -04, વિજ્ઞાન શાખામાં -16, ઇજનેરી શાખામાં -01, મેડીસીન શાખામાં – 01, મેનેજમેન્ટ શાખામાં – 04, શિક્ષણ શાખામાં – 02, કાયદો શાખામાં – 03, કોમ્પ્યુટર શાખામાં – 03 સહિત 64 એવોર્ડ એનાયત કરાયા હતા. 13 વિધાર્થીઓ જયારે 35 વિધાર્થીનીઓને મેડલ એનાયત થયા છે.

કઇ જાતિના કેટલા વિધાર્થીઓને મેડલ ?

1) અનુસુચિત જાતિના વિધાર્થીઓએ મેળવેલ                                04
2) અનુસુચિત જનજાતિના વિધાર્થીઓએ મેળવેલ                            01
3) સામાજીક અને શૌક્ષણિક રીતે પછાતવર્ગના વિધાર્થીઓએ મેળવેલ     16
4) જનરલ કેટેગરીના વિધાર્થીઓએ મેળવેલ                                  27

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code