બબાલ@ભાભર: સમાધાનની આપી ધમકી, મહિલાએ ના પાડતા મારામારી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર તાલુકાના ગામે વિધવા મહિલા અને ગામના જ યુવક વચ્ચે અગાઉ ઘમાસાણ થતા ફરીયાદ થઇ હતી. જેને લઇ કર્મચારી એવા યુવકે મહિલાની દુકાન પાસે જઇ સમાધાન માટે ધમકી આપ્યા બાદ મહિલા અડગ રહેતા બબાલ થઇ હતી. મારામારી કરી યુવકે ધમકી આપી હોવાની ફરીયાદ ભાભર પોલીસ મથકે દાખલ થતા નાનકડા ગામમાં
 
બબાલ@ભાભર: સમાધાનની આપી ધમકી, મહિલાએ ના પાડતા મારામારી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભર તાલુકાના ગામે વિધવા મહિલા અને ગામના જ યુવક વચ્ચે અગાઉ ઘમાસાણ થતા ફરીયાદ થઇ હતી. જેને લઇ કર્મચારી એવા યુવકે મહિલાની દુકાન પાસે જઇ સમાધાન માટે ધમકી આપ્યા બાદ મહિલા અડગ રહેતા બબાલ થઇ હતી. મારામારી કરી યુવકે ધમકી આપી હોવાની ફરીયાદ ભાભર પોલીસ મથકે દાખલ થતા નાનકડા ગામમાં ગુન્હાને લઇ ચકચાર મચી ગઇ છે. બનાવને પગલે ભાભર પોલીસે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામે દુકાન ચલાવતી મહિલા અને ડ્રાઇવર વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયુ હતુ. ડ્રાઇવર કાળુભાઇ હરગોવનભાઇ લુહાર ગત દિવસે મહિલાની દુકાને આવી પહોંચી અગાઉની ફરીયાદ બાબતે સમાધાન કરવા દબાણ કર્યુ હતુ. જેની સામે વિધવા મહિલા અડગ રહેતા ડ્રાઇવરે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન મહિલાના પરિવારજનો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

અટલ સમાચારને ફેસબુક પર ફોલો કરવા કે સમાચાર જોવા અહીં ક્લિક કરો 

સમગ્ર મામલે મહિલાએ ડ્રાઇવર કાળુભાઇ વિરૂધ્ધ ભાભર પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે. ઘટનાને પગલે ભાભર પોલીસે આઇપીસી કલમ 323,294 (KH), 506(2) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઇ છે.