આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા પંથકમાં સમાજના પરિવારો વિધી પ્રસંગે એકઠાં થયા દરમ્યાન બબાલ થઇ હતી. જેમાં સંબંધી હોવાના નાતે પ્રસંગમાં આવનાર અને પ્રસંગ કરનાર વ્યક્તિ વચ્ચે બબાલ થઇ હતી. આમંત્રણ વિના કેમ આવ્યો તેવુ કહી સમાજના જ યુવક સાથે ઝગડો થતાં સામ સામે તીર કામઠાં ઉડ્યા હતા. મારામારી દરમ્યાન યુવકની છાતીમાં તીર ઘુસી જતાં મામલો બિચકો હતો. પથ્થરબાજીને પગલે સામસામે ફરિયાદ દાખલ કરાઇ છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે ખૈર સમાજનો પ્રસંગ હતો. પરિવારોમાં બીમારી વધારે રહેતી ભુવાજી દ્રારા વિધી થતી હોઇ સમાજના લોકો પહોંચ્યા હતા. જ્યાં વિરમભાઇ જાલમાંભાઇ ખૈર અને બંસીભાઇ વેલાભાઇ ખૈર વચ્ચે આમંત્રણના મામલે બોલાચાલી થઇ હતી. અગાઉની સામાજીક નારાજગીને કારણે અન્ય એક સંબંધીને કેમ બોલાવ્યા તેવું કહેવા જતાં બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું

જોતજતામાં તીર કામઠાં ઉડતાં પ્રસંગમાં સામાજીક યુધ્ધ છેડાઇ ગયુ હતુ. આ દરમ્યાન વિરમભાઇ જાલમાંભાઇ ખૈરને તીરનો ભાલો છાતીમાં ઘુસી જતાં સામસામે છુટા હાથે પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે બંને વ્યક્તિએ એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code