આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અમરેલી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઈંગોરાળા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ઘણા સમયથી ખખડી ગયેલી છે. પ્રાથમિક શાળા રાબેતા મુજબ ચાલુ હતી. આ સમય દરમિયાન સ્કૂલમાં બપોરનો ટાઈમ હતો. તેથી બાળકો રિસેશ દરમિયાન ક્લાસના બાર સ્કૂલના મેદનમાં હતા. તે પછી અચાનક જ એક રૂમમાંથી ખખડી ગયેલી દિવાલ એકદમ પડી ગઈ અને વિદ્યાર્થીઓમાં ડર છવાઈ ગયો હતો. જ્યા વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે તે જગ્યાએ દિવાલ પડી ગઈ હતી. આ વિદ્યાર્થીઓનો ચમત્કારી બચાબ થયો છે.

આ મુજબ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે 2 મહિના પહેલાથી આ શાળા ખાલી કરવા હુકમ આપ્યો હતો. અને આ શાળા ની બાજુમાં નવી પ્રાથમિક શાળા બનાવવામાં આવેલી છે. ટ્રસ્ટી તથા અગાઉના આચાર્ય મધ્યે કોઈ કારણથી વિવાદ ચાલતો હતો. તેના લીધે આ વિદ્યાર્થીઓ જુની સ્કૂલમાં જ અભ્યાસ કરવવામાં આવતો હતો. આ લીધે ગ્રામ જનો દ્વારા સરકારી તંત્ર સામે રોષે ભરાયા હતા.

દિવાલ પડી જવાની બાબત સાંભળતા જ મામલતદાર, તાલુકા શિક્ષણ અધિકારી જેવા ધટના સ્થળે પહોંચી આવ્યા હતા તેની તપાસની જાણ હાથ ધરી હતી. બધી બાબતને ધ્યાનમાં લઈ અત્યાર બાળકોને નવી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ધટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code