બેચરાજીઃ વરંડાની દિવાલ તોડી પાડી લોખંડની પાઈપ ફટકારી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના બેચરાજી ખાતે ઘરની બહાર વરંડાની દિવાલ બનાવવા બાબતે ચાર લોકોએ ભેગા મળી લોખંડની પાઈપથી હૂમલો કર્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે. બેચરાજી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર બેચરાજીની બેચર રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે બબાલ મચી ગઈ હતી. પટેલ નટવરલાલ મણીલાલ
 
બેચરાજીઃ વરંડાની દિવાલ તોડી પાડી લોખંડની પાઈપ ફટકારી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના બેચરાજી ખાતે ઘરની બહાર વરંડાની દિવાલ બનાવવા બાબતે ચાર લોકોએ ભેગા મળી લોખંડની પાઈપથી હૂમલો કર્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે.

બેચરાજી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર બેચરાજીની બેચર રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે બબાલ મચી ગઈ હતી. પટેલ નટવરલાલ મણીલાલ ઉ.વ.૬૩ જેઓએ પોતાના ઘરની બહાર વરંડાની દિવાલ બનાવેલ હતી. જે બાબતને લઈ (૧)પટેલ દશરથભાઇ પ્રહલાદભાઇ (૨) પટેલ કિંજલભાઇ દશરથભાઇ (૩) પટેલ હસુબેન દશરથભાઇ (૪) પટેલ નિલેષભાઇ જયંતીભાઇ રહે-તમામ ૧-બાલાજી સોસાયટી બહુચરાજીવાળાઓએ એકાએક આવી જઈ દિવાલ તોડવા લાગ્યા હતા. અને મનફાવે તેમ ગાળો બોલી પટેલ કિંજલભાઈએ લોખંડની પાઈપ લઈ આવી નટવરલાલ પટેલના જમણા હાથના પંજા ઉપર મારતાં તેમને ઈજાઓ પહોંચી હતી. તેમજ આરોપીઓએ ભેગા મળી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ફરિયાદીએ બહુચરાજી પોલીસ મથકમાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.