બેચરાજી વન અધિકારીએ લાખો રકમની માટીનો ખર્ચ ઉધાર્યોઃ રોયલ્ટી બાકી રાખી ખિસ્સુ ભર્યું?

અટલ સમાચાર, મહેસાણા બેચરાજી વન વિભાગે ગત જાન્યુઆરી-માર્ચ દરમિયાન લાખો રકમની માટી ખરીદી હતી. માટી ફેરાના ઈસમો લાગતા-વળગતા હોવાની ફરિયાદ ઉઠી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માટીનો ખર્ચ ઉધાર્યા બાદ તેની રોયલ્ટી પણ ભરવામાં આવી નથી. બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારીને મહેસાણાનો ચાર્જ હોવાથી ત્યાં બેચરાજીના ઈસમોએ માટી પુરી પાડતા અનેક સવાલો ઉભા થયા છે. બેચરાજી
 
બેચરાજી વન અધિકારીએ લાખો રકમની માટીનો ખર્ચ ઉધાર્યોઃ રોયલ્ટી બાકી રાખી ખિસ્સુ ભર્યું?

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજી વન વિભાગે ગત જાન્યુઆરી-માર્ચ દરમિયાન લાખો રકમની માટી ખરીદી હતી. માટી ફેરાના ઈસમો લાગતા-વળગતા હોવાની ફરિયાદ ઉઠી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માટીનો ખર્ચ ઉધાર્યા બાદ તેની રોયલ્ટી પણ ભરવામાં આવી નથી. બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારીને મહેસાણાનો ચાર્જ હોવાથી ત્યાં બેચરાજીના ઈસમોએ માટી પુરી પાડતા અનેક સવાલો ઉભા થયા છે.

બેચરાજી રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા ગત જાન્યુઆરીથી માર્ચ 2018 દરમિયાન બેચરાજી અને મહેસાણા વન વિસ્તાર માટે માટી ફેરા કરાવવામાં આવ્યા હતા. જેમાં લાખો રકમનો ખર્ચ ઉધારવામાં લાલીયાવાડી કરી કટકી કરવામાં આવ્યાની બૂમરાણ ઉઠી છે. જે ઈસમોએ બેચરાજી વન-વિભાગને માટી પુરી પાડી તેજ ઈસમોએ મહેસાણા રેન્જને માટી આપી છે. હકીકતે આ ઈસમો આર.એફ.ઓ. કે.બી. પટેલના લાગતા-વળગતા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે બન્ને રેન્જમાં ઉપયોગ કરેલ માટીની રાેયલ્ટી પણ ભરવામાં આવી નથી.

બેચરાજી અને મહેસાણા વનવિભાગના સત્તાધીશોએ મહેસાણા જિલ્લા ખાણ-ખનીજની આંખમાં ધૂળ નાખી માટી ચોરી કર્યાના સવાલો ઉભા થતા મામલો ગરમાયો છે.

તપાસ શરુ થતા વન અધિકારી રજા ઉપર

અરજદારે સમગ્ર બાબતે વન વિભાગને ફરિયાદ કરતા વનસંરક્ષકે મહેસાણા નાયબ વનસંરક્ષકને તપાસના આદેશ કર્યા છે. આ તરફ બેચરાજી આર.એફ.ઓ. કાન્તી બી. પટેલ એક સાથે લાંબી રજા ઉપર ઉતરી જતા વન આલમમાં ભર શિયાળે ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, લાખો રકમની કટકીની ફરિયાદ શરેરાસ 4 મહિના અગાઉ કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં તપાસ શરુ કરવામાં આવતા વન અધિકારીનો દબદબો હોવાના સવાલો ઉભા થઈ રહ્યા છે.