બેચરાજીઃ ઠાકોર સેના તેમજ કોંગ્રેસમાં મોટું ગાબડું, 20થી વધુ કાર્યકરો ભાજપમાં

અટલ સમાચાર, બેચરાજી અલ્પેશની ઠાકોર સેના વિધાનસભા વખતે કોંગ્રેસમાં હતી પરંતુ લોકસભામાં બધુ બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી. લોકસભા ચુંટણીના માહોલ વચ્ચે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી નારાજગીને લઈ પાર્ટીને રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ઠાકોર સેનામાં ફાંટા પડી ગયા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાના હોદ્દેદારો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. ત્યારે આજે
 
બેચરાજીઃ ઠાકોર સેના તેમજ કોંગ્રેસમાં મોટું ગાબડું, 20થી વધુ કાર્યકરો ભાજપમાં

અટલ સમાચાર, બેચરાજી

અલ્પેશની ઠાકોર સેના વિધાનસભા વખતે કોંગ્રેસમાં હતી પરંતુ લોકસભામાં બધુ બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી. લોકસભા ચુંટણીના માહોલ વચ્ચે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી નારાજગીને લઈ પાર્ટીને રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ઠાકોર સેનામાં ફાંટા પડી ગયા છે.

બેચરાજીઃ ઠાકોર સેના તેમજ કોંગ્રેસમાં મોટું ગાબડું, 20થી વધુ કાર્યકરો ભાજપમાંઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાના હોદ્દેદારો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. ત્યારે આજે બેચરાજીમાં ઠાકોરસેના અને કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.

Video: 1

મહેસાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યના પતિ સહિત 20થી વધુ લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. અને આગામી સમયમાં બેચરાજીમાં રહેતો ઠાકોર સમાજ પણ કેસરીયો ધારણ કરી લેશે તેવા એંધાણ સર્જાયા છે.

બેચરાજીમાં આજે મહેસાણા જિલ્લા પંચાયતના બહુચરાજી બેઠકના કોગ્રેસના સભ્ય મઘુબેન ઠાકોર છે. જેમના પતિ રામાજી ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 20થી વધુ હોદ્દેદારોએ ભાજપમાં જોડાઈ ગયા છે.

Video: 2

રામાજી ઠાકોરે જણાવ્યું કે અલ્પેશ ઠાકોર બહુચરાજી ઠાકોર સેના આજે ભાજપમાં જોડાઈ ગઈ છે. તેમના પત્ની સામાજિક કારણોસર આજ હાજર રહી શક્યા નથી. પરંતુ તેમણે સંકેત આપી દીધા છે કે, આગામી 20 તારીખે યોજાનાર સંમેલનમાં તેમના પત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન 100 ટકા કેસરિયો ધારણ કરશે.

Video: 3

ઉલ્લેખનીય છે કે, આજે જ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવશે. ત્યાંજ સાંજના સમયે ઠાકોર સેનામાં ભંગાણ બહાર આવતાં બેચરાજી ઠાકોર સેના અને કોંગ્રેસમાં ભંગાણ થયું છે. તેની સાથે જિલ્લાભરમાં રાજકીય ઉત્તેજના ગતિ પકડી રહી છે.