આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી

મહેસાણા તાલુકાના બેચરાજી નજીક આવેલા માર્ગ મકાનના પુલ ઉપર રિલાયન્સે ચણતર કરી કેબલ પાથરી દીધો છે. જેની જાણ થતાં તાત્કાલિક સિમેન્ટ કોંક્રિટનુ બાંધકામ તોડવા દોડધામ શરૂ થઈ ગઈ છે. હકીકતે રિલાયન્સનો ઈન્ટરનેટ કેબલ પાથરવા માર્ગ મકાન સાથે કરાર થયેલા છે. જોકે બેચરાજી નજીક પુલમાં લોચો કરતાં હડકંપ મચી ગયો છે.

બેચરાજી તાલુકાના છાપાવાડા નજીક પંચાયત માર્ગ મકાનનો બ્રીજ પસાર થાય છે. જ્યાં રિલાયન્સની પેટા કોન્ટ્રાક્ટ કંપનીએ નિયમ સામે નજરઅંદાજ કરી બાંધકામ કરી દેતાં વાહનવ્યવહાર અસરગ્રસ્ત થવાની સંભાવના વધી છે. આથી માર્ગ મકાને સમગ્ર મામલે પેટા કોન્ટ્રાક્ટ કંપનીનું બાંધકામ તોડી બ્રીજ પાસે કેબલ સુચના આપી છે

સૂત્રોએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જીયોનો ઓએફસી કેબલ પાથરવા માર્ગ અને મકાનની જમીનનો ઉપયોગ થતો હોઇ ભાડા કરાર થયેલો છે. જોકે બેચરાજી નજીક પુલ ઉપર ચણતર કરી કેબલ પાથરતા દોડધામ મચી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code