બેચરાજી@ચૈત્રી પૂનમ: મહામેળામાં શ્રધ્ધાળુઓ માટે 75 એકસ્ટ્રા બસો દોડાવાશે

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના બેચરાજી ખાતે ભરાતા ચૈત્રી પુનમના મહામેળામાં દૂર-દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે, શ્રધ્ધાળુઓ માટે મહેસાણા એસ.ટી. ડીવીઝન ઘ્વારા 75 એકસ્ટ્રા બસો દોડાવાનો નિર્ણય કરાયો છે. બહુચરાજીમાં ત્રણ બુથ સાથે બસસંચાલનનું આયોજન કરાયુ છે. એકસ્ટ્રા બસ સુવિધા સાથે મુસાફરોને છાયડા માટે મંડપ, પાણીની સુવિધા કરવા ડેપો મેનેજરને સુચના અપાઇ હતી. જ્યારે
 
બેચરાજી@ચૈત્રી પૂનમ: મહામેળામાં શ્રધ્ધાળુઓ માટે 75 એકસ્ટ્રા બસો દોડાવાશે

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના બેચરાજી ખાતે ભરાતા ચૈત્રી પુનમના મહામેળામાં દૂર-દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે, શ્રધ્ધાળુઓ માટે મહેસાણા એસ.ટી. ડીવીઝન ઘ્વારા 75 એકસ્ટ્રા બસો દોડાવાનો નિર્ણય કરાયો છે. બહુચરાજીમાં ત્રણ બુથ સાથે બસસંચાલનનું આયોજન કરાયુ છે. એકસ્ટ્રા બસ સુવિધા સાથે મુસાફરોને છાયડા માટે મંડપ, પાણીની સુવિધા કરવા ડેપો મેનેજરને સુચના અપાઇ હતી. જ્યારે બહુચરાજીમાં એસ.ટી સંચાલન માટે ત્રણ બુથ ઉભા કરાયા છે. જેમાં બહુચરાજી વર્કશોપ સામેનું મેદાન, રેલવે કોસીગ હારીજના રસ્તા પાસે તેમજ વિરમગામ રોડ પર પેટ્રોલપંપ પાસે એમ ત્રણ બુથ પર ફરજના કર્મચારીઓને આદેશ વિભાગીય નિયામકે કર્યા હતા.

મહેસાણા એસ.ટી વિભાગીય કચેરીના સુત્રોએ કહ્યુ કે, મહેસાણા જિલ્લાના 6 બસસ્ટેશન તેમજ કલોલ અને પાટણ જિલ્લાના પાટણ, ચાણસ્મા અને હારીજ મળી તમામ 11 ડેપોથી બહુચરાજી દર્શનાર્થીઓ માટે એકસ્ટ્રા બસ મૂકવામાં આવશે. જેમાં તેરસના દિવસે 20, ચૌદશે 25, પુનમે 30 મળી કુલ 75 બસનો બહુચરાજી મેળા દરમ્યાન ઉપયોગ કરાશે.