ખરાબ@મોડાસા: ડીજીપી હસ્તે એવોર્ડ બાદ PSI લાંચમાં ઝબ્બે, કેસ મુજબ પૈસા લેતો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) અરવલ્લી જિલ્લામાં લાંચનુ પ્રમાણ વધી રહ્યું છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રૂ.20,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયો છે. હજુ ગણતરીના દિવસો પહેલા ડીજીપી હસ્તે એવોર્ડ મેળવનાર આવો હશે તેની કલ્પના પોલીસ આલમને ન હતી. લાંચમાં ઝડપાઇ રહ્યો હોવાની ખબર પડતાં ભાગવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.
 
ખરાબ@મોડાસા: ડીજીપી હસ્તે એવોર્ડ બાદ PSI લાંચમાં ઝબ્બે, કેસ મુજબ પૈસા લેતો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

અરવલ્લી જિલ્લામાં લાંચનુ પ્રમાણ વધી રહ્યું છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રૂ.20,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયો છે. હજુ ગણતરીના દિવસો પહેલા ડીજીપી હસ્તે એવોર્ડ મેળવનાર આવો હશે તેની કલ્પના પોલીસ આલમને ન હતી. લાંચમાં ઝડપાઇ રહ્યો હોવાની ખબર પડતાં ભાગવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરીયાદીના સંબંધીનું નામ કોઇ ગુનામાં માલપુર પોલીસ સ્ટેશને નોંધાયુ હતુ. જેમાં રાહત લેવાની માંગ સામે લાંચ આપવાનું નક્કી થયું હતું. મોડાસા શહેર પોલીસના પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટને 3,00,000ની લાંચ માંગી હતી. જે તે સમયે રૂ.2 લાખ આપ્યા બાદ પીએસઆઇ બાકીની રકમ માટે ઉઘરાણી કરતો હતો.ત્રણ લાખ પૈકીની બાકીના માંગણી કરેલ, જે પૈકી રૂ.૨,૦૦,૦૦૦ જે તે વખતે એક લાખ માટે પીએસઆઇ દ્વારા વારંવાર ફરિયાદીને ફોન ધમકાવતો હતો. જેથી ફરિયાદીએ કંટાળી રૂ.45,000 આપવાનું નક્કી કરી રૂ.25,000 આપી દીધા હતા. આ પછી ફરીથી બાકીના રૂ.20,000ની માંગણી શરૂ કરી હતી.

ખરાબ@મોડાસા: ડીજીપી હસ્તે એવોર્ડ બાદ PSI લાંચમાં ઝબ્બે, કેસ મુજબ પૈસા લેતો

પીએસઆઇ દ્વારા રૂ.20,000ની લાંચની માંગણી થતાં ફરિયાદી આપવા ઈચ્છતા ન હોવાથી એ.સી.બી.ગાંધીનગરને રજૂઆત કરી હતી. જેમાં એસીબી ટીમે છટકું ગોઠવી સહયોગ ચાર રસ્તા પરના પેટ્રોલપંપ પાસે કારમાં રૂ.20,000ની લાંચની માંગણી કરી સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. આ દરમ્યાન પીએસઆઇ બ્રહ્મભટ્ટ એસીબી ટીમને જોઈ ફરિયાદીને કારમાંથી ઉતારી નાસી ગયો હતો. જોકે એસીબીએ કેસ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખરાબ@મોડાસા: ડીજીપી હસ્તે એવોર્ડ બાદ PSI લાંચમાં ઝબ્બે, કેસ મુજબ પૈસા લેતો

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડાસા શહેર પોલીસના પીએસઆઇ બ્રહ્મભટ્ટને હજુ ગણતરીના દિવસો પહેલા ડીજીપી હસ્તે ઈ ગુજકોપમા સારી કામગીરી બદલ એવોર્ડ મળ્યો હતો. જોકે લાંચ બાદ ખુલ્લો પડી ગયાનું પંથકમાં ચર્ચાઇ રહ્યું છે.