બેફામ@હારિજ: દારૂની રેડ દરમ્યાન પોલીસ ઉપર હુમલો, 6 મહિલા સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા દારૂ અને જુગારની બદી પકડાવાની ઝુંબેશમાં પોલીસને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે. હારિજ નજીક અમૃતપુરામા દારૂની રેડ દરમિયાન બુટલેગરો બેફામ બન્યા હતા. મહિલા સહિતનું ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું હતું. જેમાં પોલીસ ઘાયલ થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે 16 વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પાટણ જિલ્લાના હારિજ
 
બેફામ@હારિજ: દારૂની રેડ દરમ્યાન પોલીસ ઉપર હુમલો, 6 મહિલા સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

દારૂ અને જુગારની બદી પકડાવાની ઝુંબેશમાં પોલીસને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે. હારિજ નજીક અમૃતપુરામા દારૂની રેડ દરમિયાન બુટલેગરો બેફામ બન્યા હતા. મહિલા સહિતનું ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું હતું. જેમાં પોલીસ ઘાયલ થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે 16 વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે.

પાટણ જિલ્લાના હારિજ નજીક અમૃતપુરામા પોલીસની રેડ દરમિયાન હથિયારો વડે યુધ્ધ છેડાઇ ગયું હતું. પોલીસ ઉપર બુટલેગરો સાથે મહિલા સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં તલવાર વડે પીએસઆઇને ઈજાગ્રસ્ત કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાને પગલે પોલીસે 6 મહિલા અને 10 પુરુષ સામે નામજોગ ફરીયાદ દાખલ કરી છે. આ સાથે 15 ના ટોળા સહિત 31 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હારિજ, સમી અને શંખેશ્વર પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિ પોલીસની રહેમનજર હેઠળ શરૂ થયા બાદ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.