આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાથી ઊંઝા જતા હાઇવેની બાજુમાં આવેલા રક્ષિત વન વિસ્તારમાં ખાનગી વેપારીએ બાંધકામ કરી દેતા દોડધામ મચી ગઇ છે. સમગ્ર મામલે નાગરિકે વન કચેરીનું ધ્યાન દોરતા DFOએ તપાસના આદેશ કર્યા છે. જોકે, તપાસ આદેશને ૧ર કલાક છતાં બાંધકામ યથાવત રહેતા રેન્જ ફોરેસ્ટ કચેરી સામે મિલીભગતની આશંકા અરજદારે વ્યકત કરી છે.

Kiritbhai

ઊંઝા પરિક્ષેત્ર વન વિસ્તારના બ્રાહ્મણવાડા અને મકતુપુર વચ્ચે રક્ષિત જંગલ વિસ્તારનું કેટલુંક નિકંદન કર્યુ હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક વેપારીએ પેટ્રોલપંપ ઉભો કર્યા દરમ્યાન રક્ષિત વન વિસ્તારના એરિયામાં પેવર બ્લોક પાથરી દીધા છે. જેની જાણ બીટગાર્ડ સહિતની ફોજ હોવા છતાં આરએફઓ મેળવી શકવા નિષ્ફળ રહયા હતા. જોકે, અરજદાર નાગરિકે DFOને અરજી કરતા તાત્કાલિક અસરથી તપાસના આદેશ થયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બુધવારે શરૂ થયેલી ગતિવિધિ દરમ્યાન ગુરૂવારે પણ બાંધકામ ચાલુ હોવાનું સામે આવતા રેન્જ ફોરેસ્ટ ઓફીસરની બેદરકારી કે મહેરબાની હોવાને લઇ સવાલો ઉભા થયા છે. તપાસની પ્રકિયા દરમ્યાન પેવર બ્લોક નાંખી રક્ષિત વન વિસ્તાર સામે લાલિયાવાડી ચાલુ હોવાનું સામે આવતા દોડધામ મચી ગઇ છે.

કામ અટકાવી દીધું હોવાનો બચાવ

સમગ્ર મામલે આરએફઓ ગણેશ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, સ્થળ ઉપર કામ અટકાવી દઇ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, અધિકારીના બચાવ સામે બાંધકામ ચાલુ હોઇ સાંઠગાંઠ સામે શંકાની સોય ઉઠી છે.

રક્ષિત વન વિસ્તાર સાચવવા ઊંઝા રેન્જ નિષ્ફળ ?

મહેસાણા જીલ્લાની ઊંઝા રેન્જ છેલ્લાં કેટલાંક વર્ષોથી રક્ષિત વન વિસ્તારને સાચવવા નિષ્ફળ જઇ રહી છે કે કેમ? તેવા સવાલો ઉભા થઇ રહયા છે. કેટલાંક વર્ષો અગાઉ બ્રાહ્મણવાડા નજીક રક્ષિત વનક્ષેત્રમાં પોલીસ ચોકી ઉભી કરી દેવામાં આવેલી છે. પોલીસ ચોકી ઉભી કરવાની પ્રકિયામાં વહીવટી કે તાંત્રિક મંજુરી સામે પણ બેદરકારી દાખવેલી છે. આ સાથે મહેસાણા થી ઊંઝા હાઇવે પર છેલ્લા કેટલાંક સમય દરમ્યાન ઉભા થયેલા બાંધકામોથી રક્ષિત વન વિસ્તાર ખુદ પોતાના અસ્તિત્વ સામે ઝઝુમી રહયો હોવાનો ઘાટ બન્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code