બેફામ@ગાંધીનગર: અપીલની સુનાવણી છતાં અધિકારી ગેમ રમવામાં મશગૂલ

અટલ સમાચાર,ગાંધીનગર, મહેસાણા ગાંધીનગર સ્થિત પાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરની કચેરીમાં ત્રણ અરજદારો અપીલની સુનાવણીમાં પહોચ્યા હતા. આ દરમ્યાન અધિકારી સતત કોમ્પ્પુટર ઉપર ગેમ રમવામાં મશગૂલ રહયા હતા. મહત્વના સમયે બેધ્યાન રહી અરજદારો સામે નજરઅંદાજ કર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સુનાવણી પ્રત્યે અધિકારી બેદરકાર હોવાનો આક્ષેપ કરતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર ઝોનની પ્રાદેશિક
 
બેફામ@ગાંધીનગર: અપીલની સુનાવણી છતાં અધિકારી ગેમ રમવામાં મશગૂલ

અટલ સમાચાર,ગાંધીનગર, મહેસાણા

ગાંધીનગર સ્થિત પાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરની કચેરીમાં ત્રણ અરજદારો અપીલની સુનાવણીમાં પહોચ્યા હતા. આ દરમ્યાન અધિકારી સતત કોમ્પ્પુટર ઉપર ગેમ રમવામાં મશગૂલ રહયા હતા. મહત્વના સમયે બેધ્યાન રહી અરજદારો સામે નજરઅંદાજ કર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સુનાવણી પ્રત્યે અધિકારી બેદરકાર હોવાનો આક્ષેપ કરતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

બેફામ@ગાંધીનગર: અપીલની સુનાવણી છતાં અધિકારી ગેમ રમવામાં મશગૂલ

ગાંધીનગર ઝોનની પ્રાદેશિક કમિશ્નરની કચેરીમાં મહત્વના સમયે પણ અધિકારી બેદરકાર હોવાની વાત સામે આવી છે. મહેસાણા અને પાટણના અરજદારોની પથમ અપીલ અરજી સંદર્ભે સુનાવણી ગોઠવવામાં આવી હતી. અપીલ અધિકારી એવા મહેસાણા પાલિકાના પુર્વ ચીફ ઓફીસર નવનિત પટેલ વિરૂધ્ધ રજૂઆત થઇ છે. સુનાવણી દરમ્યાન અપીલ અધિકારી કોમ્પ્પુટર ઉપર રમી ગેમ રમતા હોઇ કાર્યવાહીમાં અસંતોષ ઉભો થયો છે.

બેફામ@ગાંધીનગર: અપીલની સુનાવણી છતાં અધિકારી ગેમ રમવામાં મશગૂલ
Advertisement

અરજદારોએ સમગ્ર મામલે પ્રાદેશિક કમિશ્નરને અપીલ અધિકારી સામે ઘટતી કાર્યવાહી કરી ન્યાય આપવા માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, અરજદારોના પત્રમાં સુનાવણીની ગંભીરતા નહી દાખવનાર અધિકારી અરજી સામે કેવી રીતે ન્યાય કરી શકે તેવા સવાલો કર્યા છે. જેનાથી વહીવટી આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.