બહુચરાજી તાલુકાના ડોડીવાડાથી મણીયારી ચોકડી સુધીનો રોડ સાવ બિસમાર

અટલ સમાચાર, મહેસાણા બહુચરાજી તાલુકાના ડોડીવાડાથી મણીયારી ચોકડી સુધીનો 6 કિમી રોડ સાવ બિસમાર બની ગયો છે. 25થી વધુ ગામોને ઉપયોગી આ રસ્તો નવો બનાવવાનો તો ઠીક રિપેરિંગ પણ નહીં કરાતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠયો છે. માત્રી માતાજીના મંદિર સામે તો રોડ ધોવાઇ ગયો છે. આ અંગે ડોડીવાડાના માજી ડેલીગેટ પ્રહલાદભાઇ પટેલે જણાવ્યું કે, બહુચરાજી
 
બહુચરાજી તાલુકાના ડોડીવાડાથી મણીયારી ચોકડી સુધીનો રોડ સાવ બિસમાર

અટલ સમાચાર, મહેસાણા

બહુચરાજી તાલુકાના ડોડીવાડાથી મણીયારી ચોકડી સુધીનો 6 કિમી રોડ સાવ બિસમાર બની ગયો છે. 25થી વધુ ગામોને ઉપયોગી આ રસ્તો નવો બનાવવાનો તો ઠીક રિપેરિંગ પણ નહીં કરાતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠયો છે.

માત્રી માતાજીના મંદિર સામે તો રોડ ધોવાઇ ગયો છે. આ અંગે ડોડીવાડાના માજી ડેલીગેટ પ્રહલાદભાઇ પટેલે જણાવ્યું કે, બહુચરાજી અને ચાણસ્મા તાલુકાના આશરે 25 ગામોને જોડતા આ રોડનું વહેલી તકે સમારકામ કરાવવા માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં લેવાયાં નથી. આ રસ્તાની બંને બાજુ બાવળો પણ ઊગી નીકળેલા હોઇ તેમજ રસ્તો વળાંકવાળો અસ્માતનો પણ ભય રહે છે.