બહુજન હુંકાર રેલી: જરૂર પડશે તો ભીમા કોરેગાંવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરીશુ- ચંદ્રશેખર

અટલ સમાચાર,ડેસ્ક જંતર-મંતર પર બસપા સંસ્થાપક કાંશીરામની જયંતી પર બહુજન હુંકાર રેલી આયોજિત કરવામાં આવી હતી. ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે દિલ્હીના જંતર-મંતરથી કહ્યું કે જો અમારી માંગો નહીં માનવામાં આવી તો તેના માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. તેઓએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે જો અમને નજરઅંદાજ કરવામાં આવ્યા તો એવી સ્થિતિમાં બહુજન સમાજના લોકો ભીમા-કોરેગાંવ
 
બહુજન હુંકાર રેલી: જરૂર પડશે તો ભીમા કોરેગાંવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરીશુ- ચંદ્રશેખર

અટલ સમાચાર,ડેસ્ક

જંતર-મંતર પર બસપા સંસ્થાપક કાંશીરામની જયંતી પર બહુજન હુંકાર રેલી આયોજિત કરવામાં આવી હતી. ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે દિલ્હીના જંતર-મંતરથી કહ્યું કે જો અમારી માંગો નહીં માનવામાં આવી તો તેના માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. તેઓએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે જો અમને નજરઅંદાજ કરવામાં આવ્યા તો એવી સ્થિતિમાં બહુજન સમાજના લોકો ભીમા-કોરેગાંવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરી શકે છે. જેમાં ચંદ્રશેખર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ યુવાઓને સંબોધિત કર્યા હતા.

ચંદ્રશેખરે લોકોને પૂછ્યું કે શું તમે ઈચ્છો છો કે હું મોદીને હરાવવા માટે વારાણસી જઉં? લોકોએ હામાં જવાબ આપ્યો. ત્યારબાદ ચંદ્રશેખરે કહ્યું કે હું એક સુરક્ષિત સીટ પસંદ કરી શકતો હતો, પરંતુ હું નેતા નથી બનવા માગતો. હું બહુજન સમાજનો દીકરો છું. આ દરમિયાન ચંદ્રશેખરે કાંશીરામની બહેનને ગઠબંધનન તરફથી ટિકિટ આપવાની ભલામણ કરી હતી.