આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ બનાસકાંઠામાં પરથી ભટોળ પ્રચાર સ્ટાઇલમાં આવી રહ્યા છે. જેમાં ભાજપ સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતો આક્ષેપ કર્યો છે. બનાસડેરીમાં શંકર ચૌધરીની સત્તા ગોલમાલથી આવી હોવાની દલીલ કરતાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાનું કહેતા લોકસભા સાથે ડેરીનું રાજકારણ ઊભું થયું છે.

પરથી ભટોળ અગાઉ બનાસડેરીમાં સત્તાનું હતા ત્યારે ગત ચૂંટણીમાં શંકર ચૌધરીએ બાજી પલટી હતી. આથી સહકારી આગેવાન જાણે સાઇડલાઇન થઇ ગયા હતા. જોકે બનાસકાંઠા લોકસભાનાં ઉમેદવાર જાહેર થયા બાદ પરથી ભટોળ બનાસડેરીનું રાજકારણ બહાર લાવી રહ્યા છે. જેમાં ગોલમાલથી અને બેલેટ પેપરમાં સેટીંગ કરી સત્તા કબજે કર્યાના આક્ષેપ કર્યા છે.

બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયામાં તત્કાલિન અધિકારીઓ સામેલ હોવાનું કહી આડકતરી રીતે શંકર ચૌધરી ઉપર નિશાન તાક્યું છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ચહલપહલ હવે ચરમસીમાએ જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરથી ભટોળને લોકસભાના ઉમેદવાર થવાની તક મળતા બનાસ ડેરીનો મુદ્દો ઉછાળવાનુ પ્લેટફોર્મ મળ્યું છે. જેનાથી સહકારી મતોનું ધ્રુવીકરણ થવાની આશા હોઈ શકે છે

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code