અટલ સમાચાર,કાંકરેજ
પાલનપુર ખાણ ખનીજ વિભાગ ઘ્વારા વધુ એક વાર રેતી ચોરી કરતી ગેંગને પકડી પાડી હતી. કાંકરેજ તાલુકાના નાના જામપુર ખાતે લાખો રૂપીયાની ગેરકાયદેસર રેત ચોરીનુ રેકેટ ઝઙપાયુ હતુ.
જેમાં ખાણ ખનીજ વિભાગ દ્રારા ૧ હીટાચી મશીન અને અક ઙમ્પર ઝડપી પાડયુ હતુ. ડમ્પર અને હીટાચી મશીનને સીઝ કરી થરા પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યું હતુ. કેસમાં ખાણ ખનીજ વિભાગ ઘ્વારા દંડ વસુલ કરવામા આવ્યો હતો. આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્રારા વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે.