Banas Dairy
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે મુખ્યમંત્રી રુપાણીએ બનાસડેરીમાં ટેક હોમ રાશનનું પણ ઉદ્ઘાટન કરી દીધુ છે. જેથી હવે ઉત્તર ગુજરાતની આંગણવાડીઓમાં ફૂડ પેકેટનો કોન્ટ્રાક્ટ મેળવનાર બનાસડેરી પુરવઠો પુરો પાડશે. 30 કરોડના ખર્ચે બાદલપુરા નજીક આઠ મહિનામાં બનાસ ડેરીએ ફેક્ટરી ઉભી કરી છે.રાજ્યભરની આંગણવાડીમાં બાળકો, મહિલાઓ અને કિશોરીઓ માટે પ્રોટીન અને મિનરલ્સના ફૂડ પેકેટ અપાય છે. જેમાં રાજ્ય સરકારે ફરી એકવાર કોન્ટ્રાક્ટ કંપની બદલી છે. સારી ગુણવત્તા સહિતના કારણો ધ્યાને લઈ સુરત, આણંદ અને બનાસ દૂધ સંઘને તેનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

બનાસડેરી દૈનિક 200 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરી ઉત્તર ગુજરાત, કચ્છ અને સાૈરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની આંગણવાડીમાં જથ્થો પુરો પાડશે. રાજ્ય સરકારે બનાસ દૂધ સંઘ સાથે અગાઉ કોન્ટ્રાક્ટ ફિક્સ કર્યો હોવાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે હવે આંગણવાડીઓમાં દૂધ સંઘના ફૂડ પેકેટ મળવાના શરુ થશે.

બનાસડેરીએ પશુપાલકોને કર્યા રાજી

પ્રજાસત્તાક પર્વ સાથે બનાસડેરીએ સરેરાશ 4 લાખ પશુપાલકોને રાજી કરવા ફેટમાં પ્રતિ કિલોએ રુ.10નો વધારો કર્યો છે. જેથી હવે કિલો ફેટે રુ.610ને બદલે રુ.620નો ભાવ પશુપાલકોને મળશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code