ચોરી@ડીસા: રેતી ઉઠાવતાં 4 ડમ્પર ઝબ્બે, 9 લાખનો દંડ ભરવાની નોબત આવી

અટલ સમાચાર, કાંકરેજ બનાસકાંઠામાં રેતી ચોરીની બેફામ ઘટનાઓ વચ્ચે ખાણ ખનીજ એકમને લેશનમાં વધારો થઇ રહ્યો છે. ડીસામાં સવાર સવારમાં એકસાથે 4 ડમ્પર રેતી ચોરી કરતાં ઝડપાઇ ગયા હતા. સરેરાશ 107 મેટ્રિક ટન રેતી સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસ નદીના પટમાંથી રેતી ચોરી થઈ રહી હોવાની આશંકામાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી ખાણ
 
ચોરી@ડીસા: રેતી ઉઠાવતાં 4 ડમ્પર ઝબ્બે, 9 લાખનો દંડ ભરવાની નોબત આવી

અટલ સમાચાર, કાંકરેજ

બનાસકાંઠામાં રેતી ચોરીની બેફામ ઘટનાઓ વચ્ચે ખાણ ખનીજ એકમને લેશનમાં વધારો થઇ રહ્યો છે. ડીસામાં સવાર સવારમાં એકસાથે 4 ડમ્પર રેતી ચોરી કરતાં ઝડપાઇ ગયા હતા. સરેરાશ 107 મેટ્રિક ટન રેતી સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બનાસ નદીના પટમાંથી રેતી ચોરી થઈ રહી હોવાની આશંકામાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી ખાણ ખનીજ એકમે તપાસ કરી હતી. જેમાં શુક્રવારે સવારે એકસાથે 4 ડમ્પર કુલ 107 મેટ્રિક ટન રેતી સાથે ઝડપાઇ ગયા હતા. જેથી ખનિજ સંપત્તિ અધિનિયમ મુજબ સરેરાશ 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડમ્પર માલિકોને સરેરાશ 9 લાખની રકમનો દંડ ભરવો પડશે ત્યારે રેત માફિયાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.