આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો પીવાના પાણીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોના પાયાના પ્રશ્નો અંગે ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી કોંગ્રેસ ઘોર નિદ્રામાં જ્યારે ભાજપના નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના સવાલો ઉભા થયા છે. બંને પાર્ટીના આગેવાનો સામે લોકરોષ વધી રહ્યો છે.

marutinadan restorant

ઉત્તર ગુજરાતમાં અછતની સ્થિતિને પગલે નદી, તળાવ, નાળા, સરોવર, કેનાલ સહિતના ખાલીખમ છે. વહીવટીતંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા યેનકેન પ્રકારે મથામણ કરે પરંતુ અનેક બાબતોમાં પોલીસી મેટર હોવાનું કહેવાય છે. જોકે સત્તાધારી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી બાદ પ્રજાના પ્રશ્નો ભૂલી ગયા હોવાના સવાલો થઈ રહ્યા છે.

પીવાના પાણીને લઈ ભાજપ નાની નાની બાબતોમાં પણ લોકોને ખબર આપી લોકરોષ હળવો કરી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે જન આંદોલન કરવાની તક છતાં નિષ્ક્રિયતા સેવી હોવાનું સામે આવ્યું છે. કોઈપણ સંજોગોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં બેદરકારી ચલાવી શકાય નહીં. જોકે ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી બંને પાર્ટીના નેતાઓ જાણે ખોવાઈ ગયા છે કે કેમ તેવા પ્રશ્ન ઊભા થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code