બનાસકાંઠા: પરબત પટેલ સામે દિનેશ ગઢવી વચ્ચે ટક્કર જામી શકે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા લોકસભા માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં દોડધામ વધી ગઇ છે. રાજ્ય સરકારમાં મંત્રી પરબત પટેલને ભાજપે મેદાનમાં ઉતરતાં કોંગ્રેસના દિનેશ ગઢવી અને રબારી દાવેદારી માટે મથી રહ્યા છે. તો વળી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ ટિકિટ માટે દિલ્હી ધામા નાંખી દીધા છે. બનાસકાંઠા લોકસભા બેઠકનાં ઉમેદવાર જાહેર થતાં હરિભાઇ
 
બનાસકાંઠા: પરબત પટેલ સામે દિનેશ ગઢવી વચ્ચે ટક્કર જામી શકે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા લોકસભા માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં દોડધામ વધી ગઇ છે. રાજ્ય સરકારમાં મંત્રી પરબત પટેલને ભાજપે મેદાનમાં ઉતરતાં કોંગ્રેસના દિનેશ ગઢવી અને રબારી દાવેદારી માટે મથી રહ્યા છે. તો વળી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ ટિકિટ માટે દિલ્હી ધામા નાંખી દીધા છે.

બનાસકાંઠા લોકસભા બેઠકનાં ઉમેદવાર જાહેર થતાં હરિભાઇ ચૌધરીનું પત્તું કપાયું છે. ભાજપે ચોક્કસ રણનીતિના ભાગરૂપે ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. આ તરફ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી બેથી ત્રણ ઉમેદવાર વચ્ચે મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસમાં શરૂઆતમાં પરથી ભટોળ બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને ગોવા રબારી નું નામ ચર્ચાયું છે. સુત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના દિનેશ ગઢવી લોબીંગ કરી છેલ્લા ચાર દિવસથી દિલ્હી પહોંચી ગયા છે.

કોંગ્રેસને બનાસકાંઠા બેઠક જીતવી સરસ લાગી રહી છે પરંતુ ભાજપના ઉમેદવાર અને સામાજિક સમીકરણો જોતાં મામલો પેચીદો બનતો જાય છે. જોકે પરબત પટેલ સામે કોંગ્રેસ દિનેશ ગઢવી અથવા ગોવા રબારીને મેદાનમાં ઉતારી દાવ ખેલી શકે છે.