આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારે દરેક IAS અધિકારીને સરકારી નંબર ફાળવેલા છે. આ નંબરો જગજાહેર હોવાથી નાગરિકો જે તે અધિકારીને સીધી રજૂઆત કરી શકે છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ગ્રામજનોને જિલ્લા પંચાયત માટે આ સુવિધા મુશ્કેલ છે. જિલ્લા વિકાસ અધિકારીનો મોબાઇલ નંબર ઉપડતો ન હોવાથી રાડ ઊભી થઈ છે. જાણીએ વિગતે….

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીનો સરકારી મોબાઈલ નંબર અનેક પ્રયાસો છતાં ઉપાડતો ન હોવાની પંથકમાં રાવ ઊભી થઈ છે. 99784 વાળી સિરીઝમા DDO અને કલેક્ટરને અપાયેલા નંબરો રાજકીય નેતાઓ, અધિકારીઓ અને જાહેર નાગરિકો માટે છે. નવા અધિકારીઓ આવે તો પણ આ નંબર જે તે પદ માટે જ રહે છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા ડી.ડી.ઓ. મોબાઇલ ઉપાડતા નથી કે ટેકનિકલ મિસ્ટેક હોવાને લઇ આશંકા ઊભી થઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીને અનેક જવાબદારી અને કામ હોવાથી સ્વાભાવિક છે કે મોબાઈલ ઉપર વાત કરવા સમયની અનુકૂળતા ઓછી હોય. જો કે નાગરિકો અલગ અલગ નંબર ઉપરથી અનેક વાર પ્રયાસ કરતાં હોવા છતાં વાત નહીં થતા આશંકા વધુ તેજ બની છે.

30 Sep 2020, 5:13 AM (GMT)

COVID-19 Global Stats

33,844,178 Total Cases
1,012,659 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code