અટલ સમાચાર, મહેસાણા
દારૂની હેરાફેરી કરવા તબક્કાવાર તરકીબો બદલાઈ રહી છે. બનાસકાંઠા પોલીસે બીએસએફનો ગણવેશ પહેરેલાં માણસોને રૂપિયા 16 લાખથી વધુનો દારૂ નેનાવા ચેકપોસ્ટથી લઈ જતાં ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. વેચાણ થયેલી બોર્ડર ફોર્સની ગાડીમાં સંતાડીને દારૂ લઇ જવાતો હોવાની બાતમી મળી હતી.
પોલીસે ગાડીની તપાસ કરતાં વિદેશી દારૂની 4200 બોટલ ( કિંમત રૂપિયા 16 લાખ 80 હજાર) સાથે 5 લાખની ટ્રક સહિત રૂપિયા 21 લાખ 84 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી કૃષ્ણ મનફુલસિંહ જાટ ( રહે. ભિવાની, હરિયાણા), કરણસિંહ બાલસિંહ રાજપૂત (રહે. જોધપુર હાલ ઝુઝનુ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.