આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં અછતની પરિસ્થિતિ વચ્ચે શાળાનાં બાળકો માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રાથમિક શાળાઓમાં વેકેશન છતાં મધ્યાહ્ન ભોજન અને દૂધ વિતરણ ચાલુ રાખવા આદેશ થયા છે. આ માટે કોઈપણ એક શિક્ષકની જવાબદારી નક્કી થશે.

ગત નિષ્ફળ ચોમાસાને પગલે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયા હતા. જ્યાં ઘાસ વિતરણ બાદ શાળાનાં બાળકોને અછત સામે રક્ષણ અપાયું હોવાનું સામે આવ્યું છે. ઉનાળું વેકેશન છતાં મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ રહેશે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ કચેરીને પત્ર લખી વેકેશન છતાં ભોજન અને દૂધ સંજીવની યોજના યથાવત રાખવા જણાવ્યું છે. જેમાં ડીસા, કાંકરેજ, થરાદ, વાવ, દિયોદર, સુઈગામ, લાખણી, ભાભર અને ધાનેરા સહિતના તાલુકાઓમાં બંને યોજનાની અમલવારી માટે આગોતરૂ આયોજન કરવા સહિતના આદેશ કરવામાં આવ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code