બનાસકાંઠા: વનવિભાગના કર્મચારીઓનું આબુના જંગલમાં મંગલ, ચકચાર

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લા વનવિભાગમા બનતી અંદરની ઘટનાઓ અત્યંત રસપ્રદ હોય પરંતુ બહાર આવતી નથી. તાજેતરમાં મહિલા અને પુરુષ કર્મચારી માઉન્ટ આબુ ફરવા ગયા તે દરમિયાન અન્ય કર્મચારીની નજરે ચડી ગયા હતા. રોમેન્ટિક માહોલના દ્રશ્યો જોઈ વન કર્મી અવાક બની ગયા હતા. બનાસકાંઠા જિલ્લા વનવિભાગના બીટ ગાડૅ અને ફોરેસ્ટર ગરમીમાં ઠંડક લેવા માઉન્ટ આબુ
 
બનાસકાંઠા: વનવિભાગના કર્મચારીઓનું આબુના જંગલમાં મંગલ, ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા વનવિભાગમા બનતી અંદરની ઘટનાઓ અત્યંત રસપ્રદ હોય પરંતુ બહાર આવતી નથી. તાજેતરમાં મહિલા અને પુરુષ કર્મચારી માઉન્ટ આબુ ફરવા ગયા તે દરમિયાન અન્ય કર્મચારીની નજરે ચડી ગયા હતા. રોમેન્ટિક માહોલના દ્રશ્યો જોઈ વન કર્મી અવાક બની ગયા હતા.

બનાસકાંઠા જિલ્લા વનવિભાગના બીટ ગાડૅ અને ફોરેસ્ટર ગરમીમાં ઠંડક લેવા માઉન્ટ આબુ પહોંચી ગયા હતા. મહિલા અને પુરુષ કર્મચારીએ માઉન્ટના જંગલમાં મંગલ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ખુદ વનવિભાગના જ એક કર્મચારી રોમેન્ટિક માહોલ જોઈ નવાઈ પામ્યા હતા.

વનવિભાગના વિજાતીય મિત્રોએ આબુમાં મોજ કરી હોવાની વાત વનઆલમમાં ફેલાઇ જતાં મામલો રોમેન્ટિકને બદલે મુંઝવણ આપી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પુરુષ કર્મચારીએ તો પોતાના પ્રિય મહિલા કર્મચારીને કેટલાક દિવસો અગાઉ મોંઘી કાર પણ ભેટમાં આપી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, પુરુષ કર્મચારી પરિણિત હોઇ મહિલા કર્મચારી સાથે લગ્ન થઇ શકે તેમ નથી.