બનાસકાંઠા: લાખણીના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 લાખનો દારૂ ઝડપાતાં ચકચાર

અટલ સમાચાર, પાલનપુર આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 લાખનો દારૂ ભૂજ રેન્જ દ્વારા ઝડપી લેવાતાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક પોલીસ છતાં ભૂજ રેન્જની ટીમે સરેરાશ 40 લાખનો મુદ્દામાલ કબજે કરતાં બુટલેગર સહિત જિલ્લા પોલીસ આલમમાં ગરમાવો આવી ગયો છે. ભૂજ આર.આર.સેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ ગોઠવી
 
બનાસકાંઠા: લાખણીના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 લાખનો દારૂ ઝડપાતાં ચકચાર

અટલ સમાચાર, પાલનપુર

આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 લાખનો દારૂ ભૂજ રેન્જ દ્વારા ઝડપી લેવાતાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક પોલીસ છતાં ભૂજ રેન્જની ટીમે સરેરાશ 40 લાખનો મુદ્દામાલ કબજે કરતાં બુટલેગર સહિત જિલ્લા પોલીસ આલમમાં ગરમાવો આવી ગયો છે.

ભૂજ આર.આર.સેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ ગોઠવી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં રામસન તરફથી ફોરચ્યુંનર ગાડી શંકાસ્પદ રીતે આવતા ઉભી રાખવા જણાવ્યું હતું. જોકે તેને ઉભી રાખવા ઈસારો કરવાં છતાં ગાડી દોડાવી મૂકી હતી.

ગાડી લઈને જનારનો પીછો કરતા પેછડાલ ગામે મોઘી ગાડી મૂકી બે ઈસમો ભાગતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક ઇસમ સિદ્ધરાજસિંહ ભરતસિંહ સોલંકી (રહે. સામઢી તા પાલનપુર) ને પકડી પૂછતાં ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

ગાડીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 815  બોટલ (કિં રૂ.103400) સાથે ગાડી (કી.રૂ.13,00,000) તથા મોબાઇલ નંગ 1 કિં રૂ. 500 મળી કુલ.કી રૂ.14,03,900/- નો મુદ્દામાલ પકડી પાડતાં જિલ્લાના રાજકીય અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.