આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

લોકસભાની સામાન્ય ચૂંટણી-2018 અન્‍વયે બનાસકાંઠા જિલ્‍લામાં તટસ્‍થ, ન્‍યાયી, નિર્ભય, નિષ્‍પક્ષ અને મુક્ત માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્‍યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. બનાસકાંઠા જિલ્‍લામાં 9 વિધાનસભા બેઠકોના કુલ-2,620 મતદાન મથકો છે. આ દરેક મતદાન મથક ઉપર 1 મહિલા અને 3 પુરૂષ પ્રમાણે કુલ-4 પોલીંગ સ્‍ટાફ મુકવામાં આવશે. જિલ્‍લાના કુલ-2,620 મતદાન કેન્‍દ્રો પર 8,478 પુરૂષો અને 2,882 મહિલાઓ મળી કુલ- 11,360 પોલીંગ સ્‍ટાફ મતદાનની કામગીરી માટે મુકાશે. મતદાનની કામગીરી માટે પોલીંગ સ્ટાફને મતદાન મથકે લઇ જવા-લાવવા માટે ચૂંટણીતંત્ર દ્વારા 305 એસ.ટી. બસની ફાળવણી કરવામાં આવી છે.

મતદાન મથકમાં ચૂંટણી ફરજ માટે 135 ટકા પ્રમાણે પોલીંગ સ્ટાફને પ્રથમ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. કોમ્‍પ્‍યુટર સોફટવેર મારફત સ્‍ટાફનું બીજુ રેન્‍ડમાઇઝેશન કરી 110 ટકા પ્રમાણે પોલીંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. થર્ડ અને ફાઇનલ રેન્‍ડમાઇઝેશન મતદાનના આગળના દિવસોમાં કરીને પોલીંગ સ્‍ટાફને કયા બુથ પર જવાનું છે તેની ફાળવણી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની દરેક બેઠકમાં 1 દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવાશે જેમાં તમામ દિવ્યાંગ સ્‍ટાફ મુકવામાં આવશે. આ મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં 1 દિવ્યાંગ પ્રિસાઇડીંગ ઓફિસર, દિવ્યાંગ પોલીંગ ઓફિસર-1 અને પોલીંગ ઓફિસર-2 તથા દિવ્યાંગ મહિલા કર્મચારી આ મતદાન મથકનું સંચાલન કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉની ચૂંટણીઓમાં આદર્શ મતદાન મથક અને મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન મથકના સફળ પ્રયોગ બાદ આ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code