આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર રેલ્વે સ્ટેશનથી બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેએ શ્રમિકો માટેની સ્પેશ્યલ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરએ જણાવ્યું કે, અમીરગઢ તાલુકામાં ઇંટભઠ્ઠામાં કામ કરતા 1200 થી વધુ શ્રમિકોને પાલનપુરથી સ્પેશ્યલ ટ્રેન મારફત તેમના માદરે વતન મોકલવામાં આવીરહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇંટવાડાના ભઠ્ઠામાં કામ કરતા 1245 શ્રમિકોને ગઇકાલે પાલનપુર-ફારૂકાબાદ સ્પેશ્યલ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી અને અમીરગઢના કીડોતર ગામમાં ઇંટવાડાના ભઠ્ઠામાં કામ કરતાં અમૃતલાલ યાદવે જણાવ્યું કે, છેલ્લા નવ મહિનાથી ઇંટવાડાના ભઠ્ઠામાં કામ કરું છું. લોકડાઉન થયાં બાદ ઘેર જવાની કોઇ વ્યવસ્થા નહોતી. સરકારે અમારા માટે ટ્રેનની વ્યવસ્થા કરી છે અમને ઘેર જવાનો ખુબ આનંદ છે. સરકારનો હું ખુબ ખુબ આભાર માનું છું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code