આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના દબંગ કર્મચારીઓના પોસ્ટિગ મામલે વહીવટી અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા વિકાસ અધિકારી સહિતનાએ મહેકમ શાખા પાસે વિગતો લેવા મથામણ આદરી છે. જેથી 15થી વધુ કર્મચારીઓ મલાઈદાર ટેબલ બચાવવા રીતસર દોડધામમાં લાગ્યા છે.

Atalsamachar.com દ્વારા બનાસકાંઠા જિલ્લા પંચાયતના મહેકમ શાખાની શંકાસ્પદ કામગીરીનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2014થી 2018 દરમિયાન અનેક જુનિયર તેેેમજ સિનિયર કલાર્કને પ્રમોશન મેળવી ચૂક્યા હતા. જોકે અગાઉનુ ટેબલ મલાઈદાર હોવાથી 15થી વધુ દબંગ કર્મચારીઓ દ્વારા પકડી રાખી પોસ્ટિગ ટાળ્યું છે.

 ગુરુવારે પ્રસિઘ્ધ થયેલ અહેવાલ

ન્યૂઝ રિપોર્ટને પગલે કર્મચારીઓ લોબિંગ કરવા અને ભલામણ કરાવવા સહિતની બાબતોમાં લાગ્યા છે. આ તરફ જિલ્લા પંચાયતના વહીવટી અને રાજકીય સત્તાધીશો દિવસભર માહિતીની આપ-લે કરવા મંથનમાં લાગ્યા હતા. મામલો રાજ્ય પંચાયત વિભાગ સુધી પહોંચી જતાં જિલ્લા પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તાત્કાલિક પોસ્ટિગની તૈયારીઓ શરૂ

અનેક પોસ્ટિગ બેથી ચાર વર્ષથી અધ્ધરતાલ હોઇ તાત્કાલિક અસરથી મહેકમ શાખા સફાળી જાગી છે. મલાઈદાર ટેબલ ઉપર કબજો જમાવવા સફળ જુનિયર કલાર્ક તેમજ સિનિયર ક્લાર્ક પોસ્ટિગ ટાળવા મરણિયા બની રહ્યા છે.  આથી ટૂંક સમયમાં બદલી સાથેનું પોસ્ટિગ થાય તેવી પ્રબળ સંભાવના છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code