આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકોના આરોગ્યના જાત પરીક્ષણ અને કોરોના અંગેની જાણકારી ઘેરબેઠાં મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા.૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની મોબાઇલ એપ શરૂ કરવામાં આવી છે. દેશની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિત કોવિડ-૧૯ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતીનો આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જનસમુદાય પાસે સહકાર માંગ્યો હતો. જેનો બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઇ આજે તા.૨૮ એપ્રિલ સુધી ૧,૫૫,૩૨૮ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. જયારે ૪,૨૮૦ લોકોએ જાત પરીક્ષણ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ બન્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code