બનાસકાંઠા: અકસ્માતમાં મૃત્યુ પામેલ 9 જનાજા એક સાથે નિકળતાં ગામ હિબકે ચઢયું

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકાના ભલગામ ગામમાં વહેલી સવારે સિપાઈ પરિવારના 9 સભ્યોના એક સાથે જનાજો નિકળતાં ગામ આખુંય હિબકે ચઢ્યું હતું. ભલગામ સહિત આસપાસના ગામડાઓમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. અને અકસ્માતમાં ભોગ બનેલા કમનસીબ મૃતકોની યાદમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપી હતી. ભલગામમાં રહેતા સિપાઈ પરિવાર ના ૪૦ જેટલા લોકો ઇદની ખુશી મનાવવા
 
બનાસકાંઠા: અકસ્માતમાં મૃત્યુ પામેલ 9 જનાજા એક સાથે નિકળતાં ગામ હિબકે ચઢયું

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના ભલગામ ગામમાં વહેલી સવારે સિપાઈ પરિવારના 9 સભ્યોના એક સાથે જનાજો નિકળતાં ગામ આખુંય હિબકે ચઢ્યું હતું. ભલગામ સહિત આસપાસના ગામડાઓમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. અને અકસ્માતમાં ભોગ બનેલા કમનસીબ મૃતકોની યાદમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપી હતી. ભલગામમાં રહેતા સિપાઈ પરિવાર ના ૪૦ જેટલા લોકો ઇદની ખુશી મનાવવા દાંતા નજીક આવેલા અંતરશા પીરની દરગાહએ દર્શન કરવા માટે ગયા હતા.

દરગાહના દર્શન કર્યા બાદ તમામ લોકો પીકઅપ ડાલામાં અંબાજી ફરીને સાંજે ભલગામ પરત આવી રહ્યા હતાં તે સમયે અંબાજી દાંતા નજીક આવેલા ત્રિશૂલીયા ઘાટ પાસે પીક અપ ડાલાની બ્રેક ફેલ થઇ જતાં ડાલુ પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને પીક અપ ડાલા માં બેઠેલા ૪૦ જેટલા લોકો માં થી ૯ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં.

ગોઝારા અકસ્માતની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. મૃતકોની દાંતા સિવિલમાં પીએમ અર્થે લઈ જવાયા હતાં. જ્યારે ઘાયલ લોકોને પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતાં, જેમાં ૨૫ જેટલાં લોકોને પાલનપુર સારવાર આપવામાં આવી હતી અને ૬ વ્યક્તિ ઓની હાલત વધુ ગંભીર જણાતાં મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

મોડી રાત સુધી જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ, દિનેશભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના,ભરતભાઇ પરમાર, સહીત ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે માનવ સેવા સાથે સંકળાયેલા લોકો ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર અપાવવા ભારે મહેનત કરી હતી. મોડીરાત્રે મૃતકો ની ડેડબોડી ઓને ભલગામ લવાઇ હતી અને વહેલી સવારે અંતિમવિધિ કરાઇ હતી નવ જનાજા સાથે નિકળતાં ગામ હિબકે ચઢયું હતું. આસપાસના ગામોમાંથી લોકો અંતિમ વિધિમાં જોડાયા હતાં.

સવારે ભલગામ ખાતે જિલ્લા પંચાયત ના સદસ્ય અશ્વિન સક્સેના, પૂર્વ જિલ્લા પંચાયત ના સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, વડગામ ના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, વડગામ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા, અજીતસિંહ હડીયોલ, સહીત ભાજપ કોંગ્રેસના આગેવાનો દોડી આવીને મૃતકો ને મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને હતી અને સરકાર દ્વારા અકસ્માતનો ભોગ બનેલા સિપાઈ પરિવાર ને સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

અંતિમ વિધિ માટે કબર ખોદવા જેસીબી લાવીને નવ કબર ખોદાવીને માનવતાના દર્શન કરાવ્યા

નવિસેધણી ગૃપ ગ્રામ પંચાયતના સદસ્ય અને સમાજીક કાર્યકર લક્ષ્મણભાઇ પટેલ દ્વારા મોડીરાત્રે જેસીબી લાવીને ૯ કબર ખોદાવીને કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બીલકીશ બેન ન લગ્ન એક મહીના પહેલાં જ થયા હતાં. પરણીતા પણ અકસ્માતમાં મોતને ભેટતા કુટુમ્બીજનોમાં ભારે ગમગીની ફેલાઇ છે

સીએમ વિજયભાઈ રૂપાણી અને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા ટ્વીટ કરી ને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા મૃતકો અને ઘાયલોને સહાય ચુકવવાની પણ જાહેરાત કરાઈ હોવાનું જાણવા મળેલ છે.

ઘાયલો ની યાદી

સોકતભાઇ ઇકબાલભાઇ સિપાઈ (૩૨)
નજમા આમીનભાઇ સિપાઈ (૨૦)
સાહીલ કેશરભાઇ સિપાઈ (૨૫)
ઇદ્રીસ અબ્દુલભાઇ સિપાઈ (૨૧)
સુમૈયા અસરફભાઇ સિપાઈ (૧૯)
સમીર અસરફભાઇ સિપાઈ (૧૧)
આમીનભાઇ ભીખુભાઇ સિપાઈ (૨૭)
અનીશાબેન અબ્દુલભાઇ સિપાઈ (૧૭)
રિઝવાના ઇબ્રાહિમભાઇ સિપાઈ (૧૬)
અસ્મીના જાકીરભાઇ સિપાઈ (૨૫)
મનીહાજ મકબુલભાઇ સિપાઈ (૧૨)
મહોબત સિકંદરભાઇ સિપાઈ (૧૩)
આયેશા નસીમભાઇ સિપાઈ(૧૩)
કેશરભાઇ અજુભાઇ સિપાઈ (૫૦)
રાહીલ સોકતભાઇ સિપાઈ (૧૦)
ફરહાન આમીનભાઇ સિપાઈ (૧૦)
સાહિસ્તા શબ્બિરભાઇ સિપાઈ (૪)
નફીસા કેશરભાઇ સિપાઈ (૫૦)
તસ્લીમબેન કેશરભાઇ સિપાઈ (૧૮)
સકીના યુનુસભાઇ સિપાઈ (૩૦)
સાહેરા સિપાઈ (૧૦)
રાહીલ સોકતભાઇ સિપાઈ (૫)
ઇરફાનાબેન નસીરભાઈ સિપાઈ (૧૬)
હિદાયત અબ્દુલભાઇ સિપાઈ (૧૮)
મહેમુદાબેન ગુલાબભાઈ સિપાઈ (૫૫)

કમનસીબે મૃતકોની યાદી

મરીયમબેન માંજુભાઇ સિપાઈ (૪૫)
રેહાનાબાનુ ઇદ્રીસભાઇ સિપાઈ (૨૧)
બિલકીશબેન આરીફભાઇ સિપાઈ (૨૨)
મકસુદાબેન ભીખુભાઇ સિપાઈ (૨૦)
અસરફભાઇ અંબુભાઇ સિપાઈ (૪૫)
રસીદાબેન અસરફભાઇ સિપાઈ (૧૯)
મુનતસીરા સલીમભાઈ સિપાઈ (૧૨)
સુફીયાબેન નસીબ ભાઇ સિપાઈ(૧૭)
ઇશાનાબેન સિકંદર ભાઇ સિપાઈ (૧૬)