બનાસકાંઠા: કાપડની થેલી સ્વરૂપે લગ્ન કંકોત્રી બની આકર્ષણનું કેન્દ્ર

અટલ સમાચાર,પાલનપુર આપણે બધા લગ્ન કે પછી કોઇ બીજી ઉજવણીમાં કંકોત્રી પાછળ બહુ ખર્ચ કરતા હોઇએ છીએ. આપણે જોઇ રહ્યાં છીએ કે આજે મોંઘવારીનાં સમયમાં પણ દરેક સમાજમાં હરીફાઈ ચાલે છે. હરીફાઈ પણ કેવી ? ના ધંધાની હરીફાઇ કે ના અભ્યાસની હરીફાઇ. આ હરીફાઈ છે એક પસ્તી રૂપી પત્રિકા છપાવી ઘણાં વૃક્ષને નાશ કરવાની. આજે
 
બનાસકાંઠા: કાપડની થેલી સ્વરૂપે લગ્ન કંકોત્રી બની આકર્ષણનું કેન્દ્ર

અટલ સમાચાર,પાલનપુર

આપણે બધા લગ્ન કે પછી કોઇ બીજી ઉજવણીમાં કંકોત્રી પાછળ બહુ ખર્ચ કરતા હોઇએ છીએ. આપણે જોઇ રહ્યાં છીએ કે આજે મોંઘવારીનાં સમયમાં પણ દરેક સમાજમાં હરીફાઈ ચાલે છે. હરીફાઈ પણ કેવી ? ના ધંધાની હરીફાઇ કે ના અભ્યાસની હરીફાઇ. આ હરીફાઈ છે એક પસ્તી રૂપી પત્રિકા છપાવી ઘણાં વૃક્ષને નાશ કરવાની. આજે દરેક સમાજમાં “જે મોંઘી પત્રિકા છપાવે એ મોટો માણસ” આવી મોટાઈ કમાવવામાં અમુક નાના માણસનું શું થતુ હશે એ કોઈ વિચારતા નથી.

બનાસકાંઠા: કાપડની થેલી સ્વરૂપે લગ્ન કંકોત્રી બની આકર્ષણનું કેન્દ્ર

મોંઘાભાવે છપાવેલી આવી પત્રિકાઓ એકવાર વાંચ્યા પછી કોઇ કામની નથી હોતી અને છેલ્લે આપણે તે પસ્તીમાં આપી દઇએ છીએ. પરંતુ બનાસકાંઠાના એક પરિવારે નવો નુસખો અપનાવી પર્યાવરણ બચાવવાનું કામ કર્યુ છે. થરાદ તાલુકાના અભાભાઈનો અને પરિવારજનોનો એક નવી પહેલ કરી દરેક સમાજોને નવી દિશા આપવાનું કામ કર્યું છે. તેમણે પોતાના દિકરાના લગ્નની કંકોત્રી કાગળ ઉપર નહી પણ કાપડની થેલીમાં છપાવી છે. જેથી લગ્ન પત્યા પછી તેનો ઉપયોગ પણ થઇ શકે અને તેનાથી પર્યાવરણને કોઇ નુકશાન પણ ના થાય.

બનાસકાંઠામાં એક વર્ષ અગાઉ પટેલ રમેશભાઈ જીવરાજભાઈ (રામપુરા)એ એમની બહેનોનાં લગ્નમાં પણ પત્રિકા સ્વરૂપે ચકલી ઘર બનાવી દરેક સ્વજનોને આમંત્રણ આપી અવસરની સાચી ઉજવણી કરી હતી.