બનાસકાંઠા: પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના પરિવાર પાસે દંડ વસુલાવાનો નિર્ણય

અટલ સમાચાર, પાલનપુર છેલ્લા થોડા દિવસથી આપણે આંતરજ્ઞાતીય લગ્નમાં યુવાનો ભાગવાનાં કિસ્સાઓ આપણે જોયા છે. જે લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો
 
બનાસકાંઠા: પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના પરિવાર પાસે દંડ વસુલાવાનો નિર્ણય

અટલ સમાચાર, પાલનપુર

છેલ્લા થોડા દિવસથી આપણે આંતરજ્ઞાતીય લગ્નમાં યુવાનો ભાગવાનાં કિસ્સાઓ આપણે જોયા છે. જે લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બનાસકાંઠા: પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના પરિવાર પાસે દંડ વસુલાવાનો નિર્ણય

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. જે છોકરી કોઇની સાથે ભાગી જાય તેમાં પિતાને 1.50 લાખ રૂપિયા અને જો દીકરો ભાગી જાય તો 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આવા 9 મુદ્દાઓનું બંધારણ બનાવ્યું છે.આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે.

આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

કયાં કયાં નિર્ણયો કરવામાં આવ્યા ?

1. જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે.
2.ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે.
2.જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં.
4.મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં.
5.તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા.
6.સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા.
7.વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં.