બનાસકાંઠાઃ આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાયો

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, ડીસા અને કાંકરેજ તાલુકા માટે ઓડીટોરીયમ હોલ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે અને લાખણી, થરાદ, વાવ, દિયોદર, ભાભર અને સૂઇગામ તાલુકા માટે કૃષિ મહાવિધાલય, થરાદ ખાતે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો તા. ૫ ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. આ કાર્યશાળા
 
બનાસકાંઠાઃ આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાયો

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, ડીસા અને કાંકરેજ તાલુકા માટે ઓડીટોરીયમ હોલ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે અને લાખણી, થરાદ, વાવ, દિયોદર, ભાભર અને સૂઇગામ તાલુકા માટે કૃષિ મહાવિધાલય, થરાદ ખાતે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો તા. ૫ ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. આ કાર્યશાળા તા. ૧૧ ડીસેમ્બર ૨૦૧૯ સુધી યોજાશે. તા. ૫ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૯.૦૦ કલાકે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી.

જેના ઉદ્દઘાટન પ્રસંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઉપ કુલપતિ ર્ડા. આર.કે.પટેલ, એ.જી.બી.ના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા ચેરમેન, સંયુક્ત ખેતી નિયામક પી.ડી. રાઠોડ, વિસ્તરણ સંશોધન નિયામક ડો. આર. એન. સિંગ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. વી. ટી. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને નાયબ ખેતી નિયામક (તાલીમ) ડીસા એચ.જે. ઝિન્દાલ, મદદનીશ ખેતી નિયામક સર્વ અશ્વિનભાઇ ચૌધરી, મુકેશભાઇ લિંમ્બાચીયા, કુ. ટી.એન. શેઠ, બનાસકાંઠા ડી.પી.ડી. બી.એચ. મહેશ્વરી તેમજ આત્મા, ખેતીવાડી, બાગાયત તેમજ કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માએ આવેલ તમામ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરેલ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમજ સરહદી વિસ્તારોમાં ખારેક જેવા પાકોનું વધુ પ્રમાણમાં વાવેતર થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓને જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપ કુલપતિ ર્ડા. આર.કે.પટેલે રસાયણમુક્ત ખેતી તરફ પ્રયાણ કરવા જણાવ્યું હતું. જે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન યુનિવર્સિટીથી પુરૂ પાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

તા. ૫ થી ૧૧ ડીસેમ્બર ૨૦૧૯ દરમ્યાન આયોજીત તાલીમ કાર્યશાળામાં દાંતીવાડા તેમજ થરાદ ખાતે મોટી સંખ્યામાં હાજર રહે છે. આ તાલીમ કાર્યશાળામાં જિલ્લામાંથી વધુમાં વધુ ખેડૂતો આવી માહિતી મેળવે તે માટે આત્માના સ્ટાફ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. આ તાલીમ કાર્યશાળા સવારે ૯.૦૦ થી ૭.૦૦ કલાક સુધી ચાલુ હોય છે. તાલીમ કાર્યશાળામાં આવનાર ખેડૂતો માટે ચા-નાસ્તા, ભોજન તેમજ રાત્રી રોકાણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા દ્વારા વધુમાં વધુ ખેડૂતોને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું છે.