આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વાવ (અલ્પેશ ચૌધરી)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઘ્વારા બનાસકાંઠા જિલ્લામાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે એબીવીપી થરાદ શાખા દ્વારા શુક્રવારે ગાયત્રી વિધાલય થરાદ શાળામાંથી સદસ્યતાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં થરાદ શાખામાં બનાસકાંઠા જિલ્લાના સંયોજક ધવલભાઈ જોષી ઉપસ્થિત રહ્યાં હતાં.

સદસ્યતા અભિયાનના શુભારંભ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ જીવન માટે અને જીવન રાષ્ટ્ર માટે હોવું અતિ આવશ્યક છે. વિધાર્થીના જીવન ઘડતર માટે એબીવીપીએ વર્તમાન સમયમાં સંજીવની બુટ્ટી રૂપ જોવા મળી રહ્યું છેતથા તમામ વિદ્યાર્થીઓ એબીવીપી સંગઠનમાં જોડાવા આહવાન કર્યું હતું. આ સદસ્યતા અભ્યાન પ્રથમ રાઉન્ડમાં ધોરણ 9 થી ધોરણ 12ના વિધાર્થીઓ માટે શરું કરાયું હતું અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં કોલેજ વિભાગમાં શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સી.જી. ચૌધરી, અરવિંદ પુરોહિત, દેવશીભાઈ ચૌધરી અને અલ્પેશ ચૌધરી અને અન્ય ગાયત્રી વિદ્યાલય થરાદ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code