બનાસકાંઠા: સોશિયલ મિડીયા પર સમાજોની લાગણી દુભાવવા બદલ આવેદનપત્ર

અટલ સમાચાર,પાલનપુર લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો પોતાની ગમતા રાજકીય પક્ષોની વાહવાહી અને અણગમતા પક્ષોની બદનામી કરવામાં કંઇ બાકી રાખતા હોતા નથી. જોકે ચુંટણી પંચ ઘ્વારા આવા ઇસમો પર ચાંપતી નજર રાખી રહી છે. બનાસકાંઠામાં ફેસબુક પર સમાજોની લાગણી દુભાવતા એક કિસ્સામાં સ્થાનિક જાગૃત વ્યકિતઓ ઘ્વારા પોલીસ અધિક્ષક બનાસકાંઠા, મામલતદાર,લાખણી
 
બનાસકાંઠા: સોશિયલ મિડીયા પર સમાજોની લાગણી દુભાવવા બદલ આવેદનપત્ર

અટલ સમાચાર,પાલનપુર

લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો પોતાની ગમતા રાજકીય પક્ષોની વાહવાહી અને અણગમતા પક્ષોની બદનામી કરવામાં કંઇ બાકી રાખતા હોતા નથી. જોકે ચુંટણી પંચ ઘ્વારા આવા ઇસમો પર ચાંપતી નજર રાખી રહી છે.

બનાસકાંઠા: સોશિયલ મિડીયા પર સમાજોની લાગણી દુભાવવા બદલ આવેદનપત્ર

બનાસકાંઠામાં ફેસબુક પર સમાજોની લાગણી દુભાવતા એક કિસ્સામાં સ્થાનિક જાગૃત વ્યકિતઓ ઘ્વારા પોલીસ અધિક્ષક બનાસકાંઠા, મામલતદાર,લાખણી અને માવસરી પોલીસ સ્ટેશન,વાવ ખાતે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. જેમાં અરજદારો ઘ્વારા જણાવાયુ છે કે, અમુક અસામાજીક તત્વો ફેસબુક ઉપર અમુક સમાજોની લાગણી દુભાવી રહયા છે. તેથી તેમની સામે ઇપીકો કલમ મુજબ ફરીયાદ દાખલ કરવાની માંગણી કરાઇ છે.