આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ધાનેરામાં મંગળવારે ભારતીય કિસાન સંઘ દ્રારા ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઇ પ્રાંત અધિકારીને રૂબરૂ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહયા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે તેવી રજૂઆત પ્રાંત અધિકારીને કરી હતી.

ધાનેરામાં કેટલાય સમયથી મગફળી અને રાયડાની ખરીદીમાં વહાલા દવલાની નિતિ રાખી કે વચેટીયા દ્રારા ભ્રષ્ટાચાર થઇ રહયો હોવાની વારંવાર ઉઠતી ફરીયાદોને પગલે મંગળવારે ભારતીય કિસાન સંઘ દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં રજૂઆત કરાઇ હતી કે, ખેડુતોની મગફળી અને રાયડો તત્કાલ ઝડપી પ્રક્રિયા હાથ ધરી ખરીદવામાં આવે અને મગફળીના બાકી નીકળતા પૈસાની તાત્કાલિક ચુકવણી કરવામાં આવે. ખેડુતોએ ઉમેર્યુ હતુ કે, મગફળી અને રાયડામાં જે વચેટીયાઓ ભ્રષ્ટાચાર કરે છે તેની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code