આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને દુનિયા જંગ લડી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને બનાસકાંઠા જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે કલેક્ટર સંદીપ સાગલેના નેતૃત્વ હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સજ્જન લોકો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને યુવાનો વગેરે સાથે મળી રાત દિવસ અથાક પ્રયાસો કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ર્ડા. ગીતાબેન પટેલ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સહિત આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. ર્ડા. ગીતાબેને કહ્યું કે આવા સમયે પીછેહઠ નથી જ કરવી એવુ મેં મક્કમતાથી નક્કી કર્યુ છે એટલે જ હું શારીરિક તકલીફોને એક બાજુએ મુકીને હકારાત્મક અભિગમ સાથે કામ કરું છું અને કરતી રહીશ. તેમણે કહ્યું કે મને મારા પરિવાર, મિત્રો, અને સ્ટાફ તરફથી ખુબ જ સારો સહયોગ મળે છે. મારા પરિવારનો પ્રેમ અને હૂંફ જ મને કામ કરવા તાકાત પુરી પાડે છે. તેમણે લોકોને ઘરમાં રહેવા અને હોંસલો બુલંદ રાખવા જણાવ્યું છે.

મૂળ વિસનગર તાલુકાના વાલમ ગામનાં વતની ર્ડા. ગીતાબેન પટેલ કહે છે કે દરેક માણસની સમાજ પ્રત્યે કોઇને કોઇ જવાબદારી હોય છે. ર્ડાક્ટર તરીકે કોઇ વ્યક્તિ બહુ જ સારી સમાજ સેવા કરી શકે છે. કોઇપણ પેશન્ટ જરૂરીયાતના સમયે ર્ડા. ગીતાબેનને ગમે ત્યારે ફોન કરી શકે છે. ર્ડા. ગીતાબેનના હસબન્ડ પણ આંખના સર્જન ર્ડાક્ટર છે. કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતાં ર્ડા. ગીતાબેન પટેલે કહ્યું કે અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ના નિકળો. કોરોનાથી ડરવાની નહીં પરંતું જાગૃત, સજાગ રહેવાની જરૂર છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code