આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.16 એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-2021નો પ્રારંભ થશે. વસ્તી ગણતરી-2021ને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સંદીપ સાગલેની ઉપસ્થિતિમાં તમામ મામલતદારો અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને ચાર્જ ઓફિસર તરીકેની તાલીમ આપવામાં આવી હતી. બે દિવસીય તાલીમમાં વસ્તી ગણતરી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તથા ઘરે ઘરે જઇને વસ્તી ગણતરીની કામગીરી ખુબ જ ચોક્કસાઇ પૂર્વક કરવા અંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમ આપી ચાર્જ ઓફિસરોને સજ્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વસ્તી ગણતરી-2021માં માટે બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 5404 ગણતરીદારો અને 900 જેટલાં સુપરવાઇઝરોની નિમણુંક કરવામાં આવી છે. તાલીમમાં કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય કામગીરી ખુબ જ ખંત અને કાળજીપૂર્વક કામગીરી કરીએ. મોબાઇલ એપ્લીકેશનની મદદથી આ વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. એમાં ગણતરીદારો અને સુપરવાઇઝરોને કોઇપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ કામગીરી સરળતાથી થાય તે માટે સુચના આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code