બનાસકાંઠા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સાસગુજ પ્રોજેકટ’’નો પ્રારંભ કરાવ્યો

અટલ સમાચાર,પાલનપુર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોની વધુ સારી સલામતી અને સુરક્ષાને વેગ આપતા સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો બનાસકાંઠાથી ૭ જિલ્લાઓમાં પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ જંગી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી, સલામતી અને વિકાસ માટે આ
 
બનાસકાંઠા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સાસગુજ પ્રોજેકટ’’નો પ્રારંભ કરાવ્યો

અટલ સમાચાર,પાલનપુર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોની વધુ સારી સલામતી અને સુરક્ષાને વેગ આપતા સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો બનાસકાંઠાથી ૭ જિલ્લાઓમાં પ્રારંભ કરાવ્યો છે.

આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ જંગી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી, સલામતી અને વિકાસ માટે આ સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે શક્તિશાળી વડાપ્રધાન તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આખો દેશ અને દેશવાસીઓ સુરક્ષિત, સલામત અને સુખી છે.
દેશને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી જેવું સમર્થ અને શક્તિશાળી નેતૃત્વ મળતાં દેશવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે એમ તેમણે જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે.

તેમણે કહ્યું કે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ ત્રિનેત્ર આપણી ઉપર નજર રાખી રહી છે તેવી વ્યવસ્થાથી ગુનાઇત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા ગુનેગારોને પણ ઝડપથી પકડી શકાશે. તેમણે કહ્યું કે નજીકના સમયમાં જ રાજ્યભરમાં જાહેર સ્થળોને આ સિસ્ટમથી આવરી લેવાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા સહિત રાજ્યમાં બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્ટામનો શુભારંભ કરવામાં આવ્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ પ્રોજેકટથી ટ્રાફિક વ્યવસ્થા ખુબ સારી રીતે જળવાશે. કારણ કે ટ્રાફિક નિયમોના જરાપણ ભંગ બદલ મેમો વાહનચાલકના ઘરે પહોંચી જશે. વારંવાર મેમો આપવા પડે તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવા સરકાર વિચારી રહી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપથી નાગરિકોને પોલીસ દ્વારા ૧૪ સુવિધાઓનો લાભ અપાશે. જેમાં એફ.આઇ.આર.ની નકલ, સિનિયર સિટિઝનની માહિતી, ના-વાંધા પ્રમાણપત્ર અને વેરિફિકેશન સર્ટિફિકેટ, ખોવાયેલ અને ચોરાયેલ મિલ્કતની જાણ વગેરે જેવી પોલીસ કામગીરીને લગતી સુવિધાઓ નાગરિકો ઓનલાઇન સિસ્ટમથી ઘેરબેઠાં મેળવી શકશે.

ડી.જી.પી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યની જનતાની સલામતી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ બહુ ઉપયોગી નિવડશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે અમલી બનાવાયેલી આ સર્વેલન્સ સિસ્ટમથી શહેરો તથા ધાર્મિક સ્થળોના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખી શકાશે. ડી.જી.પી. શ્રી ઝા એ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જણાવ્યું કે આ પ્રોજેક્ટને અમે એક જવાબદારી તરીકે સ્વીકારી પ્રજાને શાંતિ અને સલામતિનો અનુભવ કરાવીશું.

સ્વાગત પ્રવચનમાં કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમારે જણાવ્યું કે રૂ. ૨૫૦ કરોડના ખર્ચથી અધતન ટેકનોલોજી વડે આ સિસ્ટમ અમલી બનાવાઇ છે, જે પોલીસ અને પ્રજાને ઉપયોગી નિવડશે.

બનાસકાંઠા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સાસગુજ પ્રોજેકટ’’નો પ્રારંભ કરાવ્યો

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટમાં સર્વેલન્સ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટના સંચાલન માટે પાલનપુર શહેરમાં ૨૨ લોકેશન ઉપર ૧૮૮ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૯ લોકેશન ઉપર ૫૮ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ખુબ જ આધુનિક છે. જેનાથી ટ્રાફિકના નિયમોના ભંગ ઉપર નજર રાખી શકાય છે. ઇ-ચલણ માટેના એ.એન.પી.આર. કેમેરા દ્વારા નંબર પ્લેોટ વાંચી શકાય છે. ગુનાઓ અટકાવવા, ગુનાઓને શોધી ઝડપી નિકાલ માટે તથા અસામાજીક તત્વોની ઓળખ માટે આ વ્યાવસ્થાા ખુબ ઉપયોગી થશે. આ પ્રોજેકટ ગુજરાત પોલીસ આવાસ નિગમ, બીએસએનએલ, આર એન્ડ બી અને જીઆઇએલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રસંગે કેન્દ્રીય ખાણ અને ખનિજ રાજ્ય મંત્રી હરિભાઇ ચૌધરી, સિંચાઇ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને હરજીવનભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ઠાકોર, એ.ડી.જી.પી. વી. એમ. પારગી, સરહદી કચ્છ-ભૂજ રેન્જ આઇ.જી.પી. ડી.બી.વાઘેલા, કલેકટર સંદીપ સાગલે, પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુલ સહિત ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.